સામાન્ય વ્યક્તિ ડોલરની સામે રૂપિયાની ઘટતી જતી કિંમતના કારણે પરેશાન છે તે બાબત હવે દેખાવવા લાગી ગઇ છે. સામાન્ય વ્યક્તિ પરેશાન એટલા માટે છે કે પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં સતત વધારો થઇ રહ્યો છે. આ સ્થિતી હાલમાં અકબંધ રહે તેવી શક્યતા છે. રૂપિયાના અવમુલ્યનના કારણે તમામ ચીજાની કિમત પર તેની માઠી અસર થઇ રહી છે. રૂપિયાની કિંમત ઘટી જવાના કારણે ભારતીય આયાતકારોને વધારે નાણાં દરેક બાબતમાં ચુકવી દેવાની ફરજ પડી રહી છે. ભારતીય આયાતકારોને ડોલરના સ્વરૂપમાં રૂપિયાની ચુકવણી કરવાની ફરજ પડી રહી છે. જે હાલમાં ભારે પડે છે. ભારતીય આયાતકારોને ડોલરમાં જંગી નાણાં ચુકવી દેવાની ફરજ પડી રહી છે. અમારા નાણાં પ્રધાન અરૂણ જેટલી ડોલરની સામે રૂપિયાના અવમુલ્યન માટે કેટલાક કારણો આપે છે પરંતુ જેટલી એ વાત કરી રહ્યા નથી કે ડોલરની સામે રૂપિયાના અવમુલ્યનને રોકવા માટે ક્યાં પગલા લેવામાં આવી રહ્યા છે. નાણાં પ્રધાન એમ પણ કહી રહ્યા છે કે ભારતીય રૂપિયાની કિંમત કેટલાક દેશોના ચલણ કરતા હજુ મજબુત છે.
આ ચલણની સામે રૂપિયાની કિંમત વધી રહી છે. સામાન્ય રીતે વિદેશી કારોબાર ડોલરમાં થાય છે. જેથી ડોલરની સામે રૂપિયામાં કોઇ પણ ઘટાડો થાય તો ભારતીયોને સીધી રીતે નુકસાન થાય તે સ્વાભાવિક છે. રૂપિયા, ડોલર અને અન્ય કરેન્સીની કિંમત તેની માંગ અને સપ્લાય પર આધારિત હોય છે. ભારતીય રૂપિયાની માંગ માટે સરકારને નિકાસને પ્રોત્સાહન આપવા અને વધારી દેવા માટે કેટલાક નક્કર પગલા લેવાની જરૂર છે. નવેસરથી નવી આક્રમક નિતી બનાવવાની સરકારને જરૂર છે. વિકસિત દેશોના આધુનિક નેટવર્કનો સામનો કરવા માટે નક્કર કાર્યવાહી અને પગલાની જરૂર છે. નિકાસ વધે તે માટે સ્થિતી ઉભી કરવી પડશે. સક્ષમ નિકાસકારોને સંભિવત તમામ મદદ કરવી પડશે. સાથે સાથે અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલી ટ્રેડ વોરની ખેંચતાણનો લાભ લેવાની જરૂર છે. બાંગલાદેશ અને વિયતનનામ જેવા દેશોમાં સસ્તા શ્રમિક મળવાથી ભારતીય પેદાશો માટે બજાર મળવાની બાબત મુશ્કેલ બની રહી છે.
આ બાબતને સમજીને નિતી બનાવવાની જરૂર દેખાઇ રહી છે. ડોલર જેવા વિદેશ ચલણને આકર્ષિત કરવા માટે ભારત સરકારને યોગ્ય પાસા પર કામ કરવાની જરૂર છે. ભારત સરકાર આના માટે વિદેશી ચલણ બોન્ડ જારી કરી શકે છે. બેંકોને સબસિડી આપીને બિનનિવાસી ભારતીયોને વધારે વ્યાજ અપાવી શકે છે. જો મેક ઇન ઇન્ડિયાના નારાને સફળ કરવાની જરૂર છે તો તેના માટે કેટલાક પાસા પર ઝડપથી કામ કરવાની જરૂર છે. વિદેશી લોકો માટે અમારા દેશમાં આવીને કામ કરવાના દ્વારા ખોલી દેવામાં આવે તો સીધો ફાયદો થશે. આનાથી વિદેશી રોકાણ આવશે અને રૂપિયાની કિંમત વધશે. ડોલરની સામે રૂપિયાની સ્થિતીને સુધારી દેવા માટે સ્થિર પગલા લેવાની જરૂર છે. કોઇ પણ દેશની નાણાંકીય સ્થિતી તેના ચલણ પર આધારિત રહે છે.