ઝોમેટો બ્લિંકીટ હસ્તગત કરવાના નિર્ણય પછી સ્ટોકમાં કડાકો થયો

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

Zomato ના બોર્ડે ડિજિટલ ગ્રોસરી કંપની બ્લિંકીટની ખરીદીને મંજૂરી આપી છે. પરંતુ એવું લાગે છે કે શેરબજારને આ ર્નિણય પસંદ નથી આવ્યો. સોમવારે સવારે શેરબજારમાં ટ્રેડિંગ દરમિયાન ઝોમેટોના શેરમાં જબરદસ્ત ઘટાડો જોવા મળી રહ્યો છે. Zomatoનો શેર ૬.૪૫ ટકાના ઘટાડા સાથે રૂ. ૬૫.૯૫ પર ટ્રેડ કરી રહ્યો છે, જ્યારે શુક્રવારે શેર રૂ. ૭૦.૫૦ પર બંધ થયો હતો. વિદેશી બ્રોકરેજ હાઉસ જેફરીઝે Zomatoના સ્ટોકને ખરીદવાની સલાહ આપી છે. જેફરીઝનો અંદાજ છે કે Zomatoનો સ્ટોક ૧૦૦ રૂપિયા સુધી જઈ શકે છે. એટલે કે, સ્ટોક વર્તમાન સ્તરોથી ૫૧ ટકા વળતર આપી શકે છે. એડલવાઈસ પણ સ્ટોકને લઈને સકારાત્મક છે. આ બ્રોકરેજ હાઉસે ૮૦ રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદીની સલાહ આપી છે. એટલે કે, શેર વર્તમાન સ્તરથી ૨૧ ટકા વળતર આપી શકે છે. જેએમ ફાઇનાન્શિયલ માને છે કે શેર ૧૧૫ના વેચાણને સ્પર્શી શકે છે, તો ક્રેડિટ સુઇસે રૂ. ૯૦નો ટાર્ગેટ આપ્યો છે. જો કે તે હજુ પણ તેની IPO કિંમત ૭૬ રૂપિયાની નીચે ટ્રેડ કરી રહી છે.

Zomatoનું માર્કેટ કેપ ૫૨,૨૪૧ કરોડ રૂપિયા છે. Zomatoનો સ્ટોક ૧૬૯ રૂપિયા સુધી પહોંચી ગયો છે પરંતુ તે સ્તરોથી સ્ટોકમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. ઝોમેટોએ ઈ-કોમર્સ ગ્રોસરી કંપની બ્લંકિટ, જે અગાઉ ગ્રોફર્સ તરીકે ઓળખાતી હતી, રૂ. ૪૪૪૭ કરોડમાં ખરીદવાનો ર્નિણય કર્યો છે. Zomato એ ફૂડ ઓર્ડર્સ ઓનલાઈન લેવા અને પહોંચાડવા માટેનું પ્લેટફોર્મ છે, જ્યારે બ્લિંકીટ એ ઓનલાઈન ગ્રોસરી સ્ટોર છે. આ ડીલ હોવા છતાં, બંને વેબસાઇટ્‌સ અલગ રીતે કાર્ય કરશે. Zomato બ્લિંકીટ માટે તેના હાલના ગ્રાહક આધારનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરશે. બ્લિંકિટે મે મહિનામાં ૭૯ લાખ ઓર્ડર લીધા છે. જે Zomatoના ચોથા ક્વાર્ટરના ૧૬ ટકા છે. Zomato દેશના ૧૦૦૦ શહેરોમાં હાજર છે, તેથી બ્લિંકીટ માત્ર ૧૫ શહેરોમાં તેની સેવાઓ પૂરી પાડી રહી છે. બ્લિંકીટ નો સરેરાશ ઓર્ડર રૂ. ૫૦૯ છે, જે Zomato કરતા ૨૮ ટકા વધુ છે.

Share This Article