મહિલા તથા બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ રાજ્ય સરકારોને નિર્દેશ આપ્યો છે કે તેઓ તમામ બાળ સુવિધા સંસ્થાઓનું રજીસ્ટ્રેશન કરે અને આગામી એક મહિનાની અંદર તેમને કારા સાથે જોડવામાં આવે.
ઝારખંડમાં મિશનરીઝ ઓફ ચેરેટી દ્વારા ગેર કાનૂની રીતે બાળકોને દત્તક આપવાના હાલની બાબતોને ધ્યાનમાં લેતા મેનકા ગાંધીએ રાજ્યોને નિર્દેશ કર્યો છે કે દેશ ભરમાં મિશનરીઝ ઓફ ચેરેટી દ્વારા સંચાલિત બાળ સુવિધા ગૃહોની તુરંત તપાસ કરવામાં આવે.
બાળ સુવિધા સંસ્થાઓના ફરજીયાત રજીસ્ટ્રેશન અને સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટી (કારા) સાથે તેમને જોડવાનો કાયદો બાળ ન્યાય (બાળ સુવિધા તથા સંરક્ષણ) અધિનિયમ, ૨૦૧૫ની અંતર્ગત લાગૂ કરવામાં આવ્યો છે. આ કાયદો બે વર્ષથી વધુ સમય પૂર્વ લાગૂ કરવામાં આવ્યો હતો, પરંતુ કેટલાંક અનાથાલયોએ આ ડોગવાઈની કાયદેસરતાને પડકાર આપ્યો હતો. ત્યાર બાદ સર્વોચ્ચ ન્યાયાલયએ અરજીઓને રદ કરી દીધી હતી અને કાયદેસરતાને જાળવી રાખી હતી. સર્વોચ્ચ અદાલતે આ આદેશ ડેસેમ્બર, ૨૦૧૭માં પ્રસિદ્ધ કર્યો હતો. આદેશ આવ્યા બાદ આશરે ૨૩૦૦ બાળ સુવિધા સંસ્થા કારા સાથે જોડાઇ ગઇ હતી. આશરે ૪૦૦૦ સંસ્થા હજુ આ પ્રક્રિયાથી બહાર છે.