રાજ્ય પાઠ્‌યપુસ્તક મંડળ વિદ્યાર્થીઓને નવાના નામે જૂના પાઠ્‌ય પુસ્તકો આપે છે 

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

રાજ્ય પાઠ્‌યપુસ્તક મંડળ પર કોંગ્રેસે સૌથી મોટો આરોપ લગાવતા હડકંપ મચ્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે આક્ષેપ કર્યો છે કે રાજ્ય પાઠ્‌ય પુસ્તક મંડળ દ્વારા વિદ્યાર્થીઓને નવાના નામે જૂના પાઠ્‌ય પુસ્તકો પધરાવી દેવામાં આવ્યા છે. પાઠ્‌ય પુસ્તક મંડળ જૂના પુસ્તકો વેચી ગોડાઉન ખાલી કરી રહ્યુ છે અને સરકારને અંધારામાં રાખી રહ્યુ છે. કોંગ્રેસે એ પણ આરોપ લગાવ્યો છે કે નવાના બદલે જૂના પુસ્તકો વિદ્યાર્થીઓને પધરાવી નફો રળવાનું કૌભાંડ ચાલી રહ્યુ છે. ગુજરાત કોંગ્રેસે માગ કરી છે કે વિદ્યાર્થીઓને વિનામૂલ્યે જૂના પુસ્તકો બદલી નવા આપવામાં આવે. હેમાંગ રાવલે આક્ષેપ કર્યો છે કે રાજ્યના ૮ હજાર વિતરકોને પણ જૂના કોર્સના પુસ્તકો વેચવામાં આવ્યા છે.

Share This Article