વડોદાર ગેંગરેપ મુદ્દે હર્ષ સંઘવી થયા ભાવુક, કહ્યું – “મારુ લોહી ઉકળી ગયું”

Rudra
By Rudra 1 Min Read

ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ એક નવરાત્રીના કાર્યક્રમ દરમિયાન વડોદરા ગેંગરેપની વાત કરતા ભાવુક થયા હતા. ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ ગેંગરેપ મુદ્દે મોટુ નિવેદન આપ્યુ છે. ગરબાના કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ જણાવ્યુ કે ગુજરાતની દીકરી સાથે બનેલી આ ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. ઘટનાની જાણ થયા બાદ મારું અને પોલીસનું લોહી ઉકળી ગયુ છે. નરાધમોને પકડવા પોલીસને મા અંબા શક્તિ આપે. આરોપીઓને દુનિયાના કોઈ પણ ખુણેથી શોધી કાઢવાની વાત કરી હતી. વડોદરા નજીક ભાયલીમાં સામૂહિક દુષ્કર્મની ઘટના બની હતી. બીજા નોરતે રાત્રીના 11.30 કલાકે મિત્રને મળવા આવેલી સગીરા ગેંગરેપનો શિકાર બની છે. બાઇક પર આવેલા 5 શખ્સોએ પહેલા છેડતી કરી, સગીરાએ પ્રતિકાર કરતા 2 ઇસમો ફરાર થયા, જ્યારે અન્ય ત્રણ ઇસમોએ મિત્રની નજર સમક્ષ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતુ. જે સ્થળે ઘટનાને અંજામ મળ્યો છે તે ર્નિજન વિસ્તાર હતો, સગીરા બુમો પાડતી રહી, પણ તેની ચીસો સાંભળનાર ત્યાં કોઇ નહોતું.

Share This Article