વર્ચુઅલ કંપની કલ્ચરની બોલબાલા

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read

સ્ટાર્ટ અપ વર્લ્ડ મારફતે પોતાના બિઝનેસના સપનાને પૂર્ણ કરવા માટે ભારતીય યુવાનો હવે દરરોજ નવા નવા વિચારો સાથે આગળ આવી રહ્યા છે. જો કે તમામ લોકો સારી રીતે જાણે છે કે આઇડિયાને પૂર્ણ કરવા માટે એક પ્રોફેશનલ ટીમ રહે તે જરૂરી છે. સાથે સાથે મુડીરોકાણ પણ એક યુવા ઉદ્યોગ સાહસિક માટે ખુબ જરૂરી છે. આ બે બાબતોના કારણે યુવાનો પાછળ રહી જાય છે. આ બે બાબતોને હાંસલ કરવાનો પડકાર જ સૌથી મોટો પડકાર રહે છે.

ખાસ કરીને મુડીરોકાણ અથવા તો ત્યારબાદ શરૂઆતના દિવસોમાં ફાયનાન્સિયલ સપોર્ટની બાબત સૌથી ઉપયોગી સાબિત થાય છે. હવે ગ્લોબલ સ્ટાર્ટ અપ વર્લ્ડમાં એક એવા કોન્સેપ્ટની એન્ટ્રી થઇ રહી છે જેને અપનાવીને યુવા ઉદ્યોગ સાહસિકો તેમની કેટલીક તકલીફોને ઓછી કરી રહ્યા છે. આ કોન્સેપ્ટને અપનાવીને યુવા ઉદ્યોગ સાહસિકો તેમની મોટા ભાગની સમસ્યાને ઉકેલી રહ્યા છે. આ કોન્સેપ્ટનુ નામ વર્ચુઅલ કંપની છે. ઓફિસ સ્પેસ અથવા તો કર્મચારીઓની જંગી ફૌજ રાખવાના બદલે તમે આ કોન્સેપ્ટ હેઠળ એક કંપની ઉભી કરી શકો છો. જાણકાર લોકો અને ખાસ કરીને યુવા ભારતીય ઉદ્યોગ સાહસિકો હવે વર્ચુઅલ કોન્સેપ્ટ અંગે જાણવાના પ્રયાસ કરી રહ્યા છે. આજે અમે અહીં વર્ચુઅલ કોન્સેપ્ટની વાત કરી રહ્યા છીએ. ખુબ ઓછા લોકો આ બાબતથી વાકેફ છે કે વર્ચુઅલ કંપનીની શરૂઆત અમેરિકામાં કરવામાં આવી હતી. આ કોન્સેપ્ટમાં કંપનીઓ રેગ્યુલર અથવા તો પાર્ટટાઇમ વર્ચુઅલ આસિસ્ટન્ટ મારફતે કામ કરે છે. તેમાં ફિજિકલી  કંપનીના ોઇ ઓફિસ સ્પેસ હોતા નથી.

કંપનીના કર્મચારીઓ ટેકનોલોજી મારફતે એકબીજાના સંપર્કમાં રહે છે. સાથે સાથે આ રીતે કામ કરે છે. ક્લાઇન્ટ મિટિંગથી લઇને ડેલી ઓફિસ સુધીની તમામ પ્રક્રિયા તેમજ આઇડિયા શેયરિંગ સહિતની બાબતો એમ તમામ બાબતો વચ્યુઅલ કંપની કોન્સેપ્ટમાં સામેલ હોય છે. અમેરિકાની એક યુનિવર્સિટીના કહેવા મુજબ વચ્યુઅલ કંપનમાં કર્મચારીઓના પરફોર્મ નોર્મલ કંપનના કર્મચારીઓ કરતા વધારે શાનદાર રહે છે. હાલમાં જ કરવામાં આવેલા એક સર્વેમાં આ બાબતની માહિતી નિકળીને આવી છે કે કર્મચારીઓના દેખાવ વર્ચુઅલ કંપનીમાં નોર્મલ કંપની કરતા ૨૦ ટકા વધારે રહે છે. મા૬ અમેરિકાની વાત કરવામા આવે તો આ દેશમાં વચ્યુઅલ કંપનીના કોન્સેપ્ટ પર હાલમાં ૧૫ ટકા કંપનીઓ કામ કરી રહી છે. આ કોન્સેપ્ટના ફાયદાની વાત કરવામાં આવે તો ભારત જેવા સ્ટાર્ટ અપ ઉભરતા દેશમાં આવા કોન્સેપ્ટ ખુબ સફળ સાબિત થઇ શકે છે.

કારણટેકનોલોજી આધારિત સ્ટાર્ટ અપ આઇડિયા ઉપરાંત અન્ય સ્ટાર્ટ અપ સેક્ટરને વેન્ચર કેપિટિલિસ્ટનો સપોર્ટ ઓછો રહે છે. આ કારણસર અન્ય સેક્ટરના યુવા ઉદ્યોગ સાહસિકો માટે રોકાણ એક મોટી સમસ્યા તરીકે છે. આ કોન્સેપ્ટનો ઉપયોગ કરીને તમે એવા બિનજરૂરી ખર્ચથી બચી શકો છો. અલબત્ત અમેરિકા, યુરોપ અને ચીન જેવા દેશોમાં જે કંપનીઓ  વર્ચુઅલ કોન્સેપ્ટમાં કામ કરી રહી છે તેમાં ૮૦ ટકા કંપનીઓ સર્વિસ સેક્ટર સાથે જાડાયેલી છે. જેથી ફુડ, એગ્રોટેક, ટ્રાન્સપોર્ટેશન, લોજિસ્ટિક અથવા તો અન્ય સેક્ટરમાં આ કોન્સેપ્ટઆ કોન્સેપ્ટના ઉપયોગ કરતા પહેલા તેના મોડલ પર જારદાર રીતે રિસર્ચ કરવામાં આવે તે પણ જરૂરી છે. યોગ્ય મોડલ અપનાવવામાં આવે તે જરૂરી છે. અમેરિકન કંપની બીલે સોલ્યુશન એવી શરૂઆતી વર્ચુઅલ કંપનીઓ પૈકી એક છે જેના વ‹કગ મોડલને સૌથી વધારે પસંદ કરવામાં આવે છે. કેટલાક ક્ષેત્રમાં વર્ચુઅલ આસિસ્ટેન્ટ પ્રોવાઇડ કરનાર આ કંપની ખુબ ઝડપથી વિકાસ પામી રહી છે. આ એક રજિસ્ટર્ડ કંપની છે. પરંતુ તે કોઇ સેન્ટ્રલ ઓસી ઓફિસ ધરાવતી નથી. આ કોન્સેપ્ટની સાથે કામ કરનાર માટે કેટલાક કારણો છે. આ મોડલને સ્વીકાર કરતા પહેલા આ બાબત નક્કી કરવાની જરૂર છે જે આપનો બિઝનેસ આઇડિયા આ કોન્સેપ્ટમાં ફિટ બેસે છે કે કેમ. આજના સમયમાં વર્ચુઅલ કંપની કોન્સેપ્ટ શાનદાર રહી શકે પરંતુ તેમાં કેટલીક બાબતોને શરૂઆતમાં ઉંડાણપૂર્વક સમજી લઇને આગળ વધવાની જરૂર હોય છે.

Share This Article