સોનીપત: સરહદ પર પાકિસ્તાની સેનાના ગોળીબારમાં શહીદ થયેલા બીએસએફના હેડકોન્સ્ટેબલ નરેન્દ્રસિંહને સોનીપતમાં તેમના પૈત્રુક ગામમાં અંતિમ વિદાય આપવામાં આવી હતી. શહીદ જવાનને અંતિમ વિદાય આપવા માટે હજારો લોકો ઉમટી પડ્યા હતા.
ઉપસ્થિત લોકોએ મનમાં એક બાજુ પાકિસ્તાનની નાપાક હરકતને લઇને નારાજગી વ્યક્ત કરી હતી. બીજી બાજુ શહીદ જવાનને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. નરેન્દ્રસિંહનો મૃતદેહ જમ્મુના રામગઢ સેક્ટરમાં મળી આવ્યો હતો. પાકિસ્તાની સેનાએ માત્ર ગોળીઓ જ મારી ન હતી બલ્કે મોત બાદ તેમના મૃતદેહ સાથે બર્બરતા વર્તાવી હતી. પોતાની શહાદતથી દુખી પુત્રએ પાકિસ્તાનની બર્બરતા પર સરકાર સમક્ષ પગલા લેવાની માંગ કરી છે. જા કે, એમ પણ કહ્યું છે કે, આ ગર્વનો વિષય છે. દરેક વ્યક્તિ તિરંગામાં અંતિમ વિદાય મળતી નથી.