નવી દિલ્હી : રાષ્ટ્રીય પાટનગર દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારત ઠંડુગાર થઇ જતા જનજીવન ખોરવાઇ ગયુ છે. બીજી બાજુ જમ્મુ કાશ્મીરના લડાખમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ બરફના તોફાનમાં ફસાઇ ગયા છે. તેમને બચાવવા માટે માઇનસ ૨૦ ડિગ્રી તાપમાનની અંદર ઓપરેશન ચાલી રહ્યુ છે. પોલીસ અને સેના દ્વારા બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે. ૧૦ પ્રવાસીઓ ફસાયા હોવાના હેવાલ મળ્યા છે. આ તોફાનમાં પ્રવાસીઓની ચાર ગાડીઓ ફસાઇ ગઇ છે. ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી અને ધુમ્મસની સ્થિતી વચ્ચે જનજીવન ખોરવાઇ ગયુ છે. ટ્રેનો અને વિમાની સેવા પર અસર થઇ છે.
ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડી અને ધુમ્મસની સ્થિતી ફરી એકવાર જાવા મળી રહી છે. ખાસ કરીને પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પશ્ચિમ રાજસ્થાન, ઉત્તર પૂર્વ મધ્યપ્રદેશ અને ઉત્તર ચંદીગઢમાં કાતિલ ઠંડી અને ધુમ્મસની સ્થિતી જાવા મળી રહી છે. ધુમ્મસના કારણે દિલ્હી આવતી ટ્રેનો મોડેથી દોડી રહી છે. માર્ગો પર ધુમ્મસના કારણે સવારે મોટી સંખ્યામાં લોકોને અવરજવરમાં તકલીફ પડી હતી. વિજિબિલિટી ઘટી જવાના કારણે દિલ્હી વિમાનીમથકે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હવામાન વિભાગે કહ્યુ છે કે આગામી બે ત્રણ દિવસ દરમિયાન ઠંડીથી લોકોને રાહત નહી મળે તેવી શક્યતા છે.
બીજી બાજુ જમ્મ કાશ્મીરના કારગીલમાં માઇનસ તાપમાન થયુ છે. દક્ષિણ કાશ્મીરના કાજીગુન્દ ખાતે પારો માઇનસ ડિગ્રીમાં છે. ગુલમર્ગ ખાતે પારો માઇનસ ડિગ્રી રહ્યો હતો. દેશના અન્ય ભાગોમાં પણ હાલમાં કાતિલ ઠંડી પ્રવર્તી રહી છે. પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના જુદા જુદા ભાગોમાં સવારમાં ધુમ્મસની ચાદર જાવા મળી રહી. કેટલાક મેદાની ભાગોમાં પણ પારો શુન્ય સુધી પહોંચી ગયો છે. હાલમાં કેટલીક જગ્યાએ બરફના કારણે રસ્તાને બંધ કરવાની ફરજ પડી હતી. હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા જારી રહી છે. જેથી ઠંડીમાં એકાએક વધારો થયો છે. કાશ્મીર ડિવીઝનમાં લોકોની હાલત કફોડી બનેલી છે. લડાખ પ્રદેશમાં સૌથી વધારે ઠંડી નોંધાઇ છે. પહલગામ અને ગુલમર્ગ ખાતે તાપમાન માઇનસમાં છે. સ્કી રિસોર્ટ તરીકે લોકપ્રિય ગુલમર્ગમાં પારો માઇનસ સુધી નીચે પહોંચી ગયો છે. જ્યારે વાર્ષિક અમરનાથ યાત્રા માટે બેઝ કેમ્પ ગણાતા પહલગામમાં પારો માઇનસ ડિગ્રી સુધી નીચે પહોંચી ગયો છે. હિમાચલપ્રદેશમાં પણ એવી જ સ્થિતી થયેલી છે. હિમવર્ષા અને વરસાદના કારણે પારો માઇનસમાં પહોંચી ગયો છે. કેલોગ, કાલ્પા અને મનાલીમાં તાપમાન માઇનસમાં પહોંચી ગયુ છે. કેલોગ અને ભારમોરમાં હિમવર્ષા થઇ છે. હિમવર્ષાના કારણે ચારેબાજુ બરફની ચાદર છવાઇ ગઇ છે. પંજાબ અને હિમાચલ પ્રદેશમાં ધુમ્મસની ચાદર છવાયેલી છે. હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા અને વરસાદના કારણે ઠંડીમાં એકાએક વધારો થયો છે. બીજી બાજુ ચારેબાજુ બરફની ચાદર છવાઇ ગઇ છે. તાપમાનમાં ઘટાડો થવાના કારણે લોકો ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે. બીજી બાજુ બન્ને રાજ્યોમાં કેટલીક જગ્યાએ લઘુતમ તાપમાનમાં ઉલ્લેખનીય ઘટાડો થયો છે. કેટલીક જગ્યાએ માઇનસમાં તાપમાન પહોંચી ગયુ છે. ભારે હિમવર્ષાના કારણે કેટલાક રસ્તાને બંધ કરી દેવાની ફરજ પડી છે. ચારેબાજુ બરફની ચાદર છવાઇ ગઇ છે.
ઉત્તરીય કાશ્મીરના બારામુલા જિલ્લા સ્થિત તંગમાર્ગમાં સતત હિમવર્ષા થઇ રહી છે. જ્યારે મેદાની ભાગોમાં હિમવર્ષા થઇ છે. વરસાદના કારણે રાત્રી તાપમાનમાં ઘટાડો થયો છે. જમ્મુ કાશ્મીરના ડોડામાંપણ સતત હિમવર્ષા જારી છે. રાજારીના પીર પંજાલ રેંજમાં પણ સતત હિમવર્ષા થઇ રહી છે. અહીં ચારેબાજુ બરફની ચાદર છવાયેલી છે. રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં વિજિબિલીટી કેટલાક સ્થળો પર ૨૫૦ મીટર સુધી થઇ ગઇ છે. દિલ્હીમાં તીવ્ર ઠંડી વચ્ચે આજે પારો ચાર ડિગ્રી રહ્યો હતો.