રિયલ લાઈફ સ્ટોરી પર આધારિત ફિલ્મ “ધ સ્કાય ઇઝ પિન્ક”

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ડિરેક્ટર શોનાલી બોઝની ફિલ્મ “ધ સ્કાય ઈઝ પિન્ક”માં મુખ્ય ભૂમિકાઓમાં પ્રિયંકા ચોપરા જોનાસ, ઝાયરા વસીમ, ફરહાન અખ્તર, રોહિત સરાફ વગેરે મુખ્ય ભૂમિકાઓમાં છે. આ ફિલ્મના પ્રોડ્યુસર્સ પ્રિયંકા ચોપરા, રોની સ્ક્રૂવાલા, સિદ્ધાર્થ રોય કપૂર છે. આ ફિલ્મ એક રિયલ લાઈફ સ્ટોરી પર આધારિત છે, જે હકીકતનો સામનો કરાવે છે.

11 ઓક્ટોબરના રોજ રિલીઝ થયેલ ફિલ્મને દર્શકોએ પસંદ કરી છે. નીરેન તથા અદિતીના રોલમાં ફરહાન તથા પ્રિયંકાએ યાદગાર પર્ફોર્મન્સ આપ્યું છે. આ ટ્રેજિક સ્ટોરીમાં દર્શકો ખાસ્સા એવા એન્ગેજ રહે છે. બીમાર દીકરીને ઠીક કરવા માટે પેરેન્ટ્સ કેવા-કેવા સંઘર્ષ કરે, તે સ્ક્રીન પર બતાવવામાં આવ્યું છે.

એક માતાના જીવનમાં દીકરીને સાજી કરવા સિવાય કોઈ ઉદ્દેશ જ રહ્યો નથી, માતાના આ હાવભાવ પ્રિયંકાએ ઘણી જ સારી રીતે સ્ક્રીન પર રજૂ કર્યાં છે. પિતા ગમે તેવી મુશ્કેલ ઘડીમાં રડી શકતો નથી અને તેની મનની અંદર શું ચાલતું હોય છે, તે ફરહાને બખૂબી સ્ક્રીન પર બતાવ્યું છે. ફરહાને આ પાત્રને આત્મસાત કર્યું છે. આ ફિલ્મની સ્ક્રિનીંગનું આયોજન અમદાવાદમાં પ્લસ ઈનોવેશન્સ દ્વારા કરવામાં આવ્યું હતું.

Share This Article