પાકિસ્તાનમાં હાલ ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે. સત્તા પરિવર્તન થયા બાદ હાલાત સુધરવાની જગ્યાએ બદથી બદતર થઈ રહ્યા છે. પૂર્વ પીએમ ઈમરાન ખાન પોતાના સમર્થકો સાથે ચૂંટમી કરાવવાની માંગણીને લઈ ઈસ્લામાબાદમાં પ્રવેશી ચૂક્યા છે. પૂર્વ પીએમની આ આઝાદી માર્ચને રોકવા માટે પાકિસ્તાનની સરકાર આકાશ પાતાળ એક કરી રહી છે. રેડ ઝોનમાં સેના પણ તૈનાત કરી દેવાઈ છે.
પીટીઆઈની માર્ચ રોકવાની કોશિશ થયા બાદ ઈમરાન ખાને પણ પ્રણ લઈ લીધા કે જ્યાં સુધી ચૂંટણીની છેલ્લી તારીખ જાહેર નહીં કરાય ત્યાં સુધી તેઓ સમર્થકો સાથે ડી-ચોક ખાલી કરશે નહીં. પૂર્વ પીએમ ઈમરાન ખાને આ ટિપ્પણી હસન અબ્દાલમાં કરી. આ જ્ગ્યા રાજધાની ઈસ્લામાબાદથી ૫૦ કિમી જેટલું દૂર છે. તેમણે સાથે સાથે એમ પણ કહ્યું કે તેમનો કાફલો જ્યારે આખરી પડાવ પર પહોંચશે ત્યારે પોલીસ તેમના જે મિશનને જેહાદ કહે છે તે પણ તેઓ સમજી લેશે.
આ દરમિયાન પ્રદર્શનકારીઓ અને સુરક્ષાકર્મીઓ વચ્ચે ઘર્ષણના પણ અહેવાલ છે. પૂર્વ પીએમ ઈમરાન ખાનના સમર્થકોએ એક મેટ્રો સ્ટેશનમાં આગચંપી કર્યાના અહેવાલ છે. પીટીઆઈ પાર્ટીના નેતા ફવાદ ચૌધરીનું કહેવું છે કે ઈમરાન ખાન ઝ્રીહંટ્ઠેિેજ હ્વિૈઙ્ઘખ્તી પર પોતાના સમર્થકોને સંબોધન કરશે. અત્રે જણાવવાનું કે ઈમરાન ખાનનો કાફલો સ્વાબી વેલીથી શરૂ થયો અને શ્રીનગર હાઈવે (પાકિસ્તાન) માં થઈને ડી-ચોક પહોંચશે.
અહીં તેમના કેટલાક કાર્યકરો હાજર છે. જેમને ત્યાંથી હટાવવા માટે સતત ટીયર ગેસના સેલ છોડવામાં આવી રહ્યા છે. ઈમરાન ખાની પાર્ટી પીટીઆઈની કરાચી ચેપ્ટરે નુમાઈશ વિસ્તારમાં વિરોધ પ્રદર્શનને ધરણામાં ફેરવ્યું. અહીં બુધવારે સાંજે હિંસક પરિસ્થિતિ સર્જાઈ હતી. પ્રદર્શનકારીઓએ એક પોલીસ વેન ફૂંકી હતી. પથ્થરમારો પણ કર્યો હતો. જેમાં એક પોલીસ અધિકારી ઘાયલ થયા.
આ બાજુ ઈસ્લામાબાદ પોલીસે રેડ ઝોનમાં ઘૂસવા મામલે પીટીઆઈ કાર્યકરોને ચેતવણી પણ આપી છે. પોલીસે ટ્વીટ કરીને કહ્યું છે કે રેડ ઝોનમાં પ્રવેશ સહન નહીં કરાય. તમામ દેખાવકારો અને તેમના નેતાઓને અપીલ છે કે કોર્ટના આદેશોનું પાલન કરીને ઉપરોક્ત ક્ષેત્રમાં પ્રવેશ કરવાથી બચે. જાે કે ઈસ્લામાબાદ પોલીસ આઈજી ડો.અકબર નાસિર ખાને નિવેદનમાં કહ્યું છે કે પ્રદર્શનકારીઓ વિરુદ્ધ કારણ વગર કાર્યવાહી નહીં થાય.
આ સાથે તેમણે એ પણ કહ્યું કે પોલીસ હથિયારો વગર છે. પરંતુ અનેક દેખાવકારો હથિયારો સાથે છે. આથી કિંમતી જીવ ન જાય તે માટે થઈને તેઓ શાંત રહે. ઈમરાન ખાન પોતાના સમર્થકો સાથે ડી-ચોક તરફ આગળ વધી રહ્યા છે. સરકારે બહાર પાડેલા આદેશ મુજબ હાલ તેમની પ્રાથમિકતા સરકારી ઈમારતોની રક્ષા કરવાની છે. પાકિસ્તાન સરકારનું તો એમ પણ કહેવું છે કે ઈમરાન ખાનના સમર્થકો સુપ્રીમ કોર્ટ, સંસદ ભવન, પીએમ હાઉસ, પ્રેસિડેન્સી, પાકિસ્તાન સચિવાલય, અને રાજનિયક એન્ક્લેવને ટાર્ગેટ કરી શકે છે.
સમગ્ર સ્થિતિને ધ્યાનમા લેતા પાક પીએમ શહબાઝ શરીફે દેશની સુરક્ષા એજન્સીઓ પાસેથી ઈનપુટ મળ્યા બાદ અધિકારીઓને ઈમરાન ખાનને ઈસ્લામાબાદના રડ ઝોનમાં પ્રવેશ કરતા રોકવાના આદેશ આપ્યા છે. પાકિસ્તાનના પીએમને જણાવાયું છે કે ખૈબર પખ્તુનખ્વા અને ગિલગિટ બાલ્ટિસ્તાનના સશસ્ત્ર કર્મીઓ પણ માર્ચમાં પીટીઆઈના નેતૃત્વ સાથે સુરક્ષા ડ્યૂટી પર તૈનાત હતા.
ગૃહ મંત્રાલયે પાક પીએમને એમ પણ કહ્યું કે જાે બને પક્ષોના સશસ્ત્રકર્મીઓ આમને સામને થયા તો ઘર્ષણ થઈ શકે છે. અધિકારીઓને કહેવાયું છે કે ટકરાવ રોકો અને સુપ્રીમ કોર્ટના આદેશને ધ્યાનમાં લઈ ઈમરાન ખાનને રેડ ઝોનમાં ન જવા દો. સરકારે આ મામલે સુપ્રીમ કોર્ટનો દરવાજાે ખખડાવવાનું નક્કી કર્યું છે. રાજધાની ઈસ્લામાબાદના અધિકારીઓ ડી-ચોક પરથી પીટીઆઈના કાર્યકરોને હટાવવા માટે એક અભિયાન શરૂ કરવાની તૈયારી કરી રહ્યા છે.
આઈજીપીએ શહેરના મુખ્ય પોઈન્ટ પર તૈનાત પોલીસફોર્સને રેડ ઝોન વિસ્તારમાં બોલાવ્યા છે. સેનાના રેન્જર્સની પણ તૈનાતી કરાઈ છે. બેકઅપ પણ મંગાવી લેવાયો છે. પીટીઆઈના કાર્યકરો મોટી સંખ્યામાં ડી-ચોક પહોંચ્યા છે. વિસ્તારને તેમણે પોતાના કબજામા લઈ લીધો છે.