નારી તું નારાયણી !! નારીમાં ઘણી શક્તિઓ, કૌશલ્ય રહેલું છે. એ શક્તિનો વિકાસ કરવાનું અને તેમના કૌશલ્યને બહાર લાવવાનું કામ શાસ્ત્રી કુટુંબે કર્યું છે તેમ યોગ યુનિવર્સિટીના કુલપતિ શ્રી બંસીધર ઉપાધ્યાયે જણાવ્યું હતું.
તાજેતરમાં મહર્ષિ એગ્રી. રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટ અને મહર્ષિ વેદ વિજ્ઞાન અકાદમી દ્વારા આયોજિત શાસ્ત્રી કલાવતી – સરોજિની મહિલા સેવા / સહાય / સાધન / તાલીમ કેન્દ્રના સ્થાપના – અર્પણ – સમર્પણ કાર્યક્રમ ઉપક્રમે મહિલાઓ માટે જરૂરી ચીજવસ્તુ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ માટેના તમામ દાન શાસ્ત્રી કુટુંબ તરફ થી આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કાર્યક્રમના અથિતિ વિશેષ યોગ યુનિવર્સિટીના કુલપતિ ર્ડો. બંસીધર ઉપાધ્યાય એ વધુમાં જણાવ્યું હતું કે, ” મદદની માત્ર વાતો થી નહીં ચાલે, આના માટે ખરેખર દાન આપવું પડે અને તે સાથે વિવિધ પ્રવુત્તિઓ પણ કરવી પડે. એ જ દાન આપીને અન્ય પ્રવુત્તિઓ કરવાનું કામ શાસ્ત્રી કુટુંબે કર્યું છે. જરૂરિયાતમંદ મહિલાઓ અને બેહનો માટે તેમના જરૂરિયાત મુજબ યોગ્ય સમયે ચીજ વસ્તુઓનું વિતરણ કાર્યક્રમ આજે યોજવામાં આવ્યું જે અત્યંત સરાહનીય છે.”
આ પ્રસંગે દાતા પરિવાર તરફ થી અને કલાવતી – સરોજિની મહિલા સેવા/ સાધન/ સહાય તાલીમ કેન્દ્રના સ્થાપક શ્રી કૃષ્ણચંદ્ર શાસ્ત્રી (શ્રી કે.એસ.શાસ્ત્રી) એ જણાવ્યું હતું કે, “અમારું આ કેન્દ્ર એક મજબૂત વિઝન એટલે કે દર્શન થી ચાલે છે અને અમારામાં સમાજ પ્રતિ એક પ્રતિજ્ઞા અને કટિબદ્ધતા છે જેના ફળસ્વરૂપે અમે નારીશક્તિની ક્ષમતાઓને પ્રગટવા માટે આવા કાર્યક્રમોનું પરિકલ્પના કર્યું છે. નારી શક્તિને સ્વનિર્ભર અને પગભર બનાવા માટે અમે શૈક્ષણિક, કૌશલ્ય વિકાસ, સાહિત્ય, કળા જેવા ક્ષેત્રોમાં ઘણા પ્રવુત્તિઓ કરીયે છીએ.”
કાર્યક્રમના સમ્માનનીય અથિતિ પદ્મશ્રી જોરાવરસિંહજી જાધવ જે લોકકલા કેન્દ્રના સંસ્થાપક જે એમને જણાવ્યું હતું કે, “શિક્ષણની સાથે સાથે બેહનોને કળા, સંસ્કૃતિ, નાટ્ય, સંગીત જેવા કલાઓ પણ આવડતી હોય તો એ એક ઉમદા બાબત હશે અને એવા કૌશલ્યના વિકાસ થી એક સારા સમાજ અને દેશનું નિર્માણ થશે. હું આદરણીય શાસ્ત્રીજીના કુટુંબને અભિનંદન આપું છું જેનું સંસ્થા સમાજ માટે આવા ઉમદા કાર્ય કરી રહ્યા છે.”
આ કાર્યક્રમ દરમિયાન ૨૫- ૩૦ જરૂરિયાતમંદ બેહનોને “ઋણ સ્મરણ – ઋણ સ્વીકાર” ના મંત્ર હેઠણ જરૂરી ચીજ વસ્તુઓનું વિતરણ સમ્માનીય અને આદરણીય અતિથિઓના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મહર્ષિ ઈન્સ્ટીટ્યૂટના મૅનેજિંગ ટ્રસ્ટી ર્ડો. કે. જી. મેહતા સાહેબ પણ હાજર હતા અને તેમણે કાર્યક્રમમાં હાજરી આપવા બદલ તમામ મહેમાનો અને મીડિયા મિત્રોનો આભાર માન્યો હતો.