ઘણીવાર એવુ બનતુ હોય છે કે, તમારા મોઢામાંથી દુર્ગંધ આવતી હોય છે. જેને લીધે કેટલીક વાર તમે છોભીલા પડતા હોવ છો. મોઢામાંથી આવતી દુર્ગંધને પારખવા માટે શોધકર્તાઓએ એક સેંસર બનાવ્યુ છે. આ સેંસર દુર્ગંધ પારખવાની સાથે સાથે રંગ બદલીને તે પણ કહેશે કે માઉથ ફ્રેશનર લેવાનો સમય થઇ ગયો છે.
કંઇક ખાધા બાદ દાંત વચ્ચે ખાદ્ય ખોરાક ફસાઇ જતો હોય છે. જેને લીધે મોઢામાંથી વાસ આવતી હોય છે. મોઢામાં જ્યારે બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે, ત્યારે મોઢામાંથી વાસ આવે છે. તેના માટે શોધકર્તાઓએ એક એવુ સેંસર બનાવ્યુ છે, જેના દ્વારા મોઢામાંથી આવતી દુર્ગંધ ઓળખી શકાશે. એક અનુમાન પ્રમાણે દુનિયામાં એક તૃતિયાંશ લોકો હેલિટોસિસનો શિકાર હોય છે.
આ સેંસર હાઇડ્રોજન સલ્ફાઇડ પ્રતિ સંવેદનશીલ છે. આ સેંસર હાઇડ્રોજન સલ્ફાઇડના સંપર્કમાં આવતા જ રંગ બદલશે. તેનો રંગ બદલીને ભૂરો થઇ જાય ત્યારે સમજી લેવું કે તમારે માઉથ ફ્રેશનર લેવાનો સમય થઇ ગયો છે.
હજૂ આ સેંસર માર્કેટમાં ઉપલબ્ધ નથી થયું. થોડા સમયમાં જ આ સેંસર માર્કેટમાં ઉપલબ્ધ થશે.