ખુલી ગયું કપલનું સિક્રેટ! વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના વચ્ચે ખરેખર મિત્રતા છે કે પ્રેમ?

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

છેલ્લા કેટલાય સમયથી ચર્ચા છે કે સાઉથ સ્ટાર્સ રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા એકબીજાને ડેટ કરી રહ્યા છે. જોકે, વિજય અને રશ્મિકા એકબીજાને માત્ર સારા મિત્રો ગણાવી રહ્યા છે. એવામાં આખરે બંનેનું રિલેશનશીપ સ્ટેટસ શું છે તેની માહિતી સામે આવી ગઈ છે. બંનેની કેમેસ્ટ્રીને પસંદ કરતાં લોકોને જાણીને આનંદ થશે કે વિજય અને રશ્મિકા થોડો સમય માટે એકબીજા સાથે રિલેશનશીપમાં હતા. રશ્મિકાએ સાઉથ એક્ટર રક્ષિત શેટ્ટી સાથે પોતાની સગાઈ તોડી તે બાદ તે વિજયની નજીક આવી હતી. એ વખતે વિજય અને રશ્મિકા ગીતા ગોવિંદમ (૨૦૧૮) અને ડિયર કોમરેડ (૨૦૧૯) જેવી ફિલ્મોનું શૂટિંગ કરી રહ્યા હતા. આ સમયગાળામાં જ રશ્મિકા અને વિજય બંને એકબીજાને સારી રીતે સમજતાં થયા હતા. માહિતી અનુસાર વિજય અને રશ્મિકાએ બે વર્ષ પહેલા જ બ્રેકઅપ કરી લીધું હતું. હવે કપલે બ્રેકઅપ કેમ કર્યું હતું તેનું કારણ તો એ બંને જ જાણે. પરંતુ હા તેઓ રિલેશનશીપમાં હતા એ વાત સાચી છે.

વિજય સાથે બ્રેકઅપ બાદ રશ્મિકા મંદાના સિંગલ છે. એટલે કે રશ્મિકા અને વિજય હાલ એકબીજાને ડેટ નથી કરી રહ્યા. જોકે, બ્રેકઅપ પછી પણ તેમની વચ્ચે મિત્રતા જળવાઈ રહી છે પરંતુ તેમની વચ્ચે રોમાન્સને કોઈ સ્થાન નથી. તેઓ પ્રેમમાં હતા પરંતુ હવે તે ભૂતકાળ થઈ ગયો છે. જોકે, મીડિયામાં તો હજી પણ એવી જ અટકળો લાગી રહી છે કે તેઓ રિલેશનશીપમાં છે કારણકે તેમણે આ બાબતે ખુલીને ના પણ નથી પાડી. થોડા દિવસ પહેલા જ એક ઈન્ટરવ્યૂમાં વિજયે રશ્મિકાને ડાર્લિંગ કહી હતી. જોકે, આજકાલ આ શબ્દ સામાન્ય રીતે મિત્રો એકબીજા માટે વાપરતા હોય છે અને ખાસ કરીને ગ્લેમર વર્લ્ડમાં તો આ શબ્દ અત્યંત પ્રચલિત છે. એક દિવસ અગાઉ જ વિજયે રશ્મિકાને સુંદર કહી હતી. આ કોમેન્ટે તેમના અફેરની અટકળોને હવા આપી હતી.

રક્ષિત અને રશ્મિકાની વાત કરીએ તો, તેઓ ‘કિરિક પાર્ટી’ નામની ફિલ્મના શૂટિંગ વખતે પ્રેમમાં પડ્યા હતા. ૨૦૧૭માં તેમણે ધામધૂમથી સગાઈ કરી હતી. જોકે, બાદમાં રશ્મિકાએ સગાઈ તોડી હતી. જોકે, હાલ તો વિજય અને રશ્મિકા ફરી કપલ બને છે કે જિંદગીભર મિત્રતા નિભાવે છે તે જોવું રહ્યું.

Share This Article