અમદાવાદ : ઓસ્ટ્રેલિયન ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કમિશન (Austrade) દ્વારા “ફેસ્ટિવલ ઓફ ઓસ્ટ્રેલિયા”ના બીજા તબક્કાનું આયોજન કરવામાં આવ્યુ છે, જે ચાર શહેરોમાં સૌપ્રથમ વખત યોજાઇ રહેલા આ ફેસ્ટીવલમાં ઓસ્ટ્રેલિયાના વૈશ્વિક કક્ષાના શિક્ષણ અને આગવી ફૂડ અને બેવરેજ (ખાદ્ય અને પીણા)ની પ્રોડક્ટસને રજૂ કરવામાં આવશે.
બીજો તબક્કો કે જે ચેન્નઇમાં શરૂ થયો હતો ત્યાર બાદ પૂણે અને અમદાવાદમાં યોજાઇ રહ્યો છે, જેમાં ટોચની ગુણવત્તાયુક્ત યુનિવર્સિટીઓ અને રિટેલ ભાગીદારો એક પ્લેટફોર્મ પર એકત્રિત થયા હતા. અમદાવાદ બાદ આ ફેસ્ટીવલ નવી દિલ્હી ખાતે તા. 22 માર્ચ 2025ના રોજ યોજાશે.
અમદાવાદના પ્રદર્શને ભારતીય વિદ્યાથીઓ અને માતાપિતાઓને શિક્ષણ અને કારકીર્દીની અપેક્ષાઓને ટેકો પૂરો પાડવા માટે ડિઝાઇન કરાયેલ શૈક્ષણિક કાર્યક્રમોને તપાસવા માટે ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીઓના પ્રતિનિધિનો સીધો જ સંપર્ક કરવાની મૂલ્યવાન તક સાંપડી હતી.
સંભવિત વિદ્યાર્થીઓએ પ્રદર્શનના ભાગરૂપે યોજવામાં આવેલા માસ્ટરક્લાસમાં હાજર રહીને ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ માટેની ઊંડી જાણકારી પ્રાપ્ત કરી હતી:
- ઉજ્જ્વળ ભવિષ્યના નિર્ધારણ માટે શૈક્ષણિક માસ્ટરક્લાસ – મુરડોક યુનિવર્સિટીના કોલેજ ઓફ હેલ્થ એન્ડ એજ્યુકેશનના સ્કુલ ઓફ એજ્યુકેશનના એસોસિયેટ અધ્યાપક શ્રી કીન એંગ ચીન દ્વારા એજ્યુકેશન ચેપ્ટર રજૂ કરવામાં આવ્યો હતો.
- આર્ટિફિશીયલ ઇન્ટેલિજન્સના યુગમા વૃદ્ધિ પામવા માટે અગત્યના અપસ્કલીંગ પરનો ઇનસાઇટ માસ્ટરક્લાસ મેક્સમિના સીઓ અને સ્થાપક કુ. રેનાટા સ્ક્વેરીયો દ્વારા રજૂ કરાયો હતો.
- એલ્યુમનસ ઓફ યુનિવર્સિટી ઓફ વેસ્ટર્ન સિડનીના ધી ચોકલેટ રુમ ઇન્ડિયાના સહસ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર વિકાસ પંજાબીએ પેપ ટોક હાથ ધરી હતી.
આ ફેસ્ટિવલમાં આગવી ફૂડ પ્રોડક્ટસનું પણ ઓસ્ટ્રેલિયા ફૂડ પેવિલીયનમાં નિરૂપણ કરવામાં આવ્યુ હતું જેમાં મધ, ન્યૂટ્રીશનના ટુકડા, સોસ, ચીઝ, પાસ્તા, સિફૂડ અને લેમ્બેટનો સમાવેશ થાય છે.
Austradeએ ‘ઓસ્ટ્રેલિયા પેવિલીયન’ની રચના પોતાના ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર કરવા માટે જિયો માર્ટ સાથે અને ફૂડ પેવિલીયન ખાતે ઓસ્ટ્રેલિયન પ્રોડક્ટ્સની અસંખ્ય રેન્જને પ્રોત્સાહન આપવા માટે અમદાવાદ સ્થિત રિટેલર મેગસન સાથે સહયોગ સાધ્યો હતો.
ફેસ્ટીવલ ખાતે લાઇવ કૂકીંગએ આગવા ઓસ્ટ્રેલિયન ઇનગ્રેડીયન્ટસનો ઉપયોગ કરીને તૈયાર કરેલી ડીશોનો સ્વાદ માણવાની મહેમાનોને તક પ્રદાન કરી હતી, જેણે દેશની સૌથી શ્રેષ્ઠ રસોઈનો સૌપ્રથમ આનંદ પૂરો પાડ્યો હતો.
ફેસ્ટીવલ વિશે બોલતા સાઉથ એશિયા, ઓસ્ટ્રેલિયાના ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કમિશનર કુ. મેરી ઓવરિંગટોનએ જણાવ્યુ હતુ કે, “શિક્ષણ અને ભોજનમાં ઓસ્ટ્રેલિયાની શ્રેષ્ઠતા દર્શાવતા આ ફેસ્ટીવલના બીજા તબક્કાનું આયોજન કરીને અમને ખૂબ આનંદ થાય છે. આ કાર્યક્રમ દ્વારા, અમે ભારતીય વિદ્યાર્થીઓ, પરિવારો અને ભોજન ઉત્સાહીઓ માટે જાગૃતિ લાવવા અને ઉચ્ચ-સ્તરીય શિક્ષણ અને ઉત્તમ ભોજનના અનુભવો માટે ઓસ્ટ્રેલિયાને એક અગ્રણી સ્થળ તરીકે શોધવા માટે નવી તકો ઊભી કરવાનો ઉદ્દેશ્ય રાખીએ છીએ. ભારતીય ભોજનમાં ઓસ્ટ્રેલિયન ઉત્પાદનોની વધતી હાજરી ઉચ્ચ-ગુણવત્તાવાળા ઘટકોની વધતી માંગનો પુરાવો છે.”
વર્ષો વીતતા ઓસ્ટ્રેલિયા અને ભારતના શૈક્ષણિક સંબંધો વધુ ગાઢ બન્યા છે, જેનાથી મજબૂત આર્થિક અને સાંસ્કૃતિક જોડાણો વધ્યા છે અને સતત વધતા રહે છે. ઓસ્ટ્રેલિયાનો ઉત્સવ ભારતમાં ઓસ્ટ્રેલિયાની હાજરીને મજબૂત બનાવે છે અને આંતર-સાંસ્કૃતિક પ્રશંસા અને સહયોગ માટે સહિયારી પ્રતિબદ્ધતાની ઉજવણી કરે છે.
ઓસ્ટ્રેલિયન ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કમિશન વિશે
ઓસ્ટ્રેલિયન ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કમિશન (Austrade) એ ઓસ્ટ્રેલિયન સરકારની આંતરરાષ્ટ્રીય વેપાર પ્રમોશન અને રોકાણ આકર્ષિત કરતી એજન્સી છે. અમે ઓસ્ટ્રેલિયાની સમૃદ્ધિ વધારવા માટે વ્યવસાયોને ગુણવત્તાયુક્ત વેપાર અને રોકાણ સેવાઓ પ્રદાન કરીએ છીએ. અમે બજાર માહિતી અને આંતરદૃષ્ટિ ઉત્પન્ન કરીને અને પ્રદાન કરીને, ઓસ્ટ્રેલિયન ક્ષમતાને પ્રોત્સાહન આપીને અને અમારા વ્યાપક વૈશ્વિક નેટવર્ક દ્વારા જોડાણોને સરળ બનાવીને આ કરીએ છીએ.