ઈન્ટરનેટ સર્ચ એન્જીનથી શરુ કરેલી સેવા એવું ગુગલ હવે ઈ-મેઈલ, ફોટો અને વિડીયો, વિવિધ મેપ અને મોબાઈલ ફોન જેવી સેવાઓ પણ પૂરી પાડનાર તરીકે ઉભરી આવ્યું છે ત્યારે તેની સુરક્ષાની જવાબદારી બાબતે ગુગલ પર અવારનવાર પ્રશ્નો ઉભા થયા છે.
ગુગલ અગર ઈચ્છે તો જે તે વ્યક્તિની અંગત પસંદ-નાપસંદ જ નહિ ઉપરાંત જે તે વ્યક્તિની પ્રોફાઈલ તૈયાર કરી શકે છે. અને એવો ડેટા તૈયાર કરીને માર્કેટમાં વેચી પણ શકે છે.
જેથી ઈન્ટરનેટ વપરાશકર્તા એ ધ્યાનમાં રાખવાનું હોય છે કે તે જયારે કોમ્પ્યુટર કે મોબાઈલ થકી જે સેવાઓનો લાભ લઇ રહ્યો છે એના બદલામાં એકધારા વપરાશના આધારે પોતાનો વ્યક્તિગત ડેટા પણ સાથે લીક કરી રહ્યો છે. અને ગુગલ વિવિધ સેવાઓના લાભ આપીને વ્યક્તિની આખી પ્રોફાઈલ બનાવી શકે છે અને એના પરથી જે તે માર્કેટિંગ કંપનીઓ કે અન્ય જગાઓએ એને વેચીને એના નાણા ઉભું કરતુ હોય છે.