કર્ણાટકમાં સિદ્ધારમૈયાના નેતૃત્વમાં કોંગ્રેસ સરકાર બન્યા બાદ ૧૬મી કર્ણાટક વિધાનસભાનું પ્રથમ સત્ર ચાલી રહ્યું છે. આ દરમ્યાન નવનિર્વાચિત ધારાસભ્ય શપથ લઈ રહ્યા છે. અમુક ધારાસભ્યોએ સોમવારે શપથ લીધા તો, અમુકે મંગળવારે શપથ લીધા હતા. આ દરમ્યાન નિયમોની ધજ્જિયા ઉડી હતી. હકીકતમાં જોઈએ તો, વિધાનસભામાં ધારાસભ્યોએ પોતાના કુલદેવતાના નામ પર શપથ લીધા તો હોબાળો મચી ગયો હતો. આ અગાઉ પ્રોટેમ સ્પીકર આરવી દેશપાંડેએ કહ્યું કે, જ્યારે આપ શપથ લો છો, તો આપ સંવિધાન અથવા ભગવાનનું નામ લઈ શકો છો. જો તેને કોઈ વ્યક્તિના નામ પર લેવામાં આવે તો કાનૂની નહીં હોય. ત્યાર બાદ અમુક ધારાસભ્યોએ પોતાના કુળદેવતા અથવા આધ્યાત્મિક અને રાજકીય ગુરુઓના નામ પર શપથ લેતા દેખાયા હતા. શું છે સમગ્ર મામલો?.. તે જાણો.. ટાઈમ્સ ઓફ ઈંડિયાના જણાવ્યા અનુસાર, સીએમ સિદ્ધારમૈયા શપથ લેવા માટે સૌથી પહેલા પહોંચ્યા હતા. ત્યાર બાદ તેમના ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમાર અને આઠ કેબિનેટ મંત્રી હતા. સિદ્ધારમૈયાએ ભગવાનના નામ પર શપથ લીધા હતા, તો શિવકુમારે પોતાના કુલદેવતા ગંગાધર અજ્જાના નામ પર લીધા.
ચન્નાગિરી ધારાસભ્ય બસવારાજૂ શિવગંગાએ ભગવાન અને ડીકે શિવકુમારના નામ પર શપલ લીધા હતા. મુલબગલ ધારાસભ્ય સમૃદ્ધિ મંજૂનાથે પાર્ટી સુપ્રીમો એચડી દેવેગૌડાના નામ પર શપથ લીધા. તેના પર સુલિયાથી ભાજપ ધારાસભ્ય ભાગીરથી મુરુલ્યાએ પોતાના કુળદેવતાના નામ પર શપથ લેવાની માગ કરી, તો કોંગ્રેસ ધારાસભ્ય બસવરાજ રાયરાડ્ડીએ તેનો વિરોધ કર્યો. જો કે, વિધાનસભા સત્ર બોલાવતા જ રાજભવનમાં પ્રોટેમ સ્પીકરના શપથ લેનારા દેશપાંડેએ નવનિર્વાચિત સભ્યોનું સ્વાગત કર્યું અને રાજકીય મતભેદો ભુલાવીને રાજ્યના સર્વાગી વિકાસ માટે કામ કરવાનું આહ્વાન કર્યું.