મોટી વય માતા બનવાની વૃતિ જોખમી

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read
Cute expectant mother is very tired. She is sitting on couch. Her eyes are closed with relaxation

મહિલાઓમાં સગર્ભાવસ્થાના ગાળા દરમિયાન બાળકને જન્મ આપતી વેળા અથવા તો પ્રસવના બે મહિનાના ગાળા બાદ મહિલાઓમાં હાર્ટ અટેકના બનાવો વધારે બની રહ્યા છે. હાલમાં જ અમેરિકામાં કરવામાં આવેલા એક અભ્યાસમાં આ બાબત સપાટી પર આવ્યા બાદ આને લઇને વધારે અભ્યાસની કામગીરી હાથ ધરવાં આવી છે. આના કારણો જાણવા માટે નિષ્ણાંતો અને તબીબો લાગી ગયા છે. જર્મલ માયો ક્લનિક પ્રોસિડિંગમાં પ્રકાશિત કરવામાં આવેલા નિષ્કર્ષ દર્શાવે છે કે કેટલીક મહિલાઓની વચત્ચે વધારે વયમાં બાળકોને જન્મ આપવાની વૃતિ વધી રહી છે.

આધુનિક સમયમાં આ ગણતરી મહિલાઓ કરી રહી છે. આના માટેના સંભવિત કારણોમાં આ એક કારણ છે. સાથે સાથે હાર્ટ અટેકનો ખતરો વયની સાથે વધે છે. ખાસ કરીને ગર્ભાવસ્થાના ગાળા દરમિયાન ખતરો વધી જાય છે. નિષ્ણાંતો કહે છે કે એક દશક સુધી સૌથી મોટી સમીક્ષા કરવામાં આવ્યા બાદ અમે એવા તારણ પર પહોંચી રહ્યા છીએ કે પ્રેગન્સી માતાઓના શરીર અને તેમના હાર્ટ પર કેટલા ટેન્શન તરીકે રહે છે. આના કારણે શારરિક પરિવર્તન થઇ શકે છે. શોધ કરનાર લોકો એવા તારણ પર પહોંચ્યા છે કે મહિલાઓમાં સ્થુળતા અથવા તો ડાયાબિટીસથી ગ્રસ્ત થવાની સંખ્યા વધી છે.

જે હાર્ટના રોગના મુખ્ય કારણો પૈકી એક કારણ છે. અભ્યાસ કરનાર વૈજ્ઞાનિકો અને તબીબોએ તારણ પર પહોંચતા પહેલા હોસ્પિટલમાં નોંધાયેલા ચાર કરોડ ૯૮ લાખ ૨૯ હજાર ૭૫૩ ડિલિવરીમાં અભ્યાસની કામગીરી હાથ ધરી હતી. નિષ્ણાંતો કહે છે કે પ્રસવ પીડા દરમિયાન એક હજર ૬૧ મહિલાઓને હાર્ટ અટેકના કિસ્સા સપાટી પર આવ્યા છે. બાળકના જન્મ પહેલા ૯૨૨ મહિલાઓને મ્યોકાર્ડિયલ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જન્મ બાદ આરોગ્ય સુધારાની અવધિ દરમિયાન ૨ હજાર ૩૯૦ મહિલાઓ પર હાર્ટ અટેકનો હુમલો થયો છે.તાજેતરમાં જ કરવામાં આવેલા એક રસપ્રદ અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે સગર્ભા મહિલાઓમાં સ્ટ્રોકનો ખતરો દિનપ્રતિદિન વધી રહ્યો છે. તાજેતરમાં મહિલાઓને સ્ટ્રોકની અસર સગર્ભા અવસ્થા દરમિયાન થઈ છે. બાળકને જન્મ આપ્યા બાદ અથવા તો બાળકના જન્મ પહેલાં મહિલાઓમાં સ્ટ્રોકનો ખતરો વધી ગયો છે. અગાઉ એવી માન્યતા હતી કે મહિલાઓને સગર્ભા અવસ્થા દરમિયાન ભાગ્ય જ સ્ટ્રોકનો હુમલો થાય છે. પરંતુ સંશોધકોએ શોધી કાઢ્યું છે કે છેલ્લા બાર વર્ષના ગાળામાં સ્ટ્રોકના હુમલાઓ સગર્ભા અવસ્થા દરમિયાન વધી ગયા છે. અમેરિકામાં કરવામાં આવેલા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે ૪૦૮૫ જેટલી સગર્ભા સાથે સંબંધિત સ્ટ્રોકથી ગ્રસ્ત મહિલાઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. વર્ષ ૧૯૯૪-૯૫માં અમેરિકામાં સ્ટ્રોક સાથે સંબંધિત મહિલાઓનેમોટી સારવાર આપવામાં આવી હતી. વર્ષ ૨૦૦૬-૦૭માં આ સંખ્યામાં ૫૪ ટકાનો વધારો થતાં સંખ્યા ૬૨૯૩ સુધી પહોંચી હતી. સ્ટ્રોકમાં વ્યાપક અભ્યાસ હાલમાં કરવામાં આવ્યો છે. અમેરિકન હાર્ટ એશોસિયેશનના અહેવાલમાં જાણવા મળ્યું છે કે અમે ખૂબ જ ચિંતિત બની ગયા છીએ. એટલાન્ટા, જ્યોર્જિયામાં અભ્યાસને લઈને જુદી જુદી પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. એકંદરે બનાવમાં અમેરિકામાં ત્રણ ટકાથી વધુનો વધારો થયો છે. નવેસરના આંકડામાં જાણવા મળ્યું છે કે બાળકને જન્મ આપવાના ત્રણ મહિનાની અંદર અથવા તો સગર્ભા અવસ્થા દરમિયાન સ્ટ્રોકના હુમલાઓ વધી ગયા છે. જા કે સ્વસ્થ મહિલાઓમાં આવા હુમલાનો ખતરો ઓછો રહે છે. વધુને વધુ મહિલાઓ સગર્ભા અવસ્થા દરમિયાન સ્થૂળતા, હાઈપર ટેન્શન, ડાયાબીટિશ અને હાર્ટના રોગ સાથે સંબંધિત થઈ જાય છે.

યુએસ સેન્ટર ફોર ડિસીસ કંટ્રોલ એન્ડ પ્રવેન્સન દ્વારા કરવામાં આવેલા નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે દર વર્ષે હાર્ટ એટેક અને સ્ટ્રોકના કારણે થઈ રહેલા ચાર મોત પૈકીના એક મોતને હેલ્થી લાઈફ સ્ટાઈલ બનાવીને રોકી શકાય છે. સાથે સાથે જા લોકો લાઈફ સ્ટાઈલને હેલ્થી બનાવે તો અન્ય ઘણી બિમારીઓ પણ રોકી શકાય છે. ધૂમ્રપાનને રોકીને, વધારે શારીરિક પ્રવૃત્તિ હાથ ધરીને તથા ભોજનમાં મીઠાનું ઓછું પ્રમાણ જાળવીને સ્ટ્રોક અને હાર્ટનારોગને રોકી શકાય છે.

Share This Article