વોટ્‌સન અને વિલિયમ નાઇટ વચ્ચેના સંબંધ તુટ્યા : રિપોર્ટ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ :  બ્રિટીશ અભિનેત્રી એમ્મા વોટ્‌સન અને વિલિયમ નાઇટ વચ્ચેના સબંધોનો હવ અંત આવી ગયો હોવાના હેવાલ મળ્યા છે. આ બનને છેલ્લા બે વર્ષથી એકબીજા સાથે પ્રેમમાં હતા. જા કે હવે તેમની વચ્ચેના સંબંધનો અંત આવી ગયો છે. વર્ષ ૨૦૧૭ની શરૂઆત થયા બાદથી તેમના વચ્ચે કેટલાક મુદ્દે મતભેદો સપાટી પર આવી ગયા હતા. વીકલી રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ બન્ને છેલ્લે મે મહિનામાં અમેરિકામા એકબીજા સાથે નજે પડ્યા હતા. જાણકાર લોકોનુ કહેવુ છે કે વિલિયમ સાથે સંબધોને લઇને વોટ્‌સને સાવધાની રાખી હતી અને સંબંધ જાળવી રાખવાના પ્રયાસ પણ કર્યા હતા.

વોટસને હજુ પણ વિલિયમ સાથે પોતના સંબંધ તુટી જવાના લઇને કોઇ વાત કરી હતી. ફેબ્રુઆરીમાં એક ઇન્ટરવ્યુમાં હેરી પોટર સ્ટાર વોટ્‌સને કહ્યુ હતુ કે તે પોતાની પ્રાઇવેટ લાઇફને કોઇ પણ કિંમતે જાહેર કરવા માટે ઇચ્છુક નથી. જાણકાર લોકો કહે છે કે વોટ્‌સન અને વિલિયમ નાઇટ પહેલી વખત વર્ષ ૨૦૧૫માં મળ્યા હતા. ઓક્ટોબર ૨૦૧૫માં પ્રથમ વખત મળ્યા બાદ તેમની મિત્રતા આગળ વધી હતી. બન્ને છેલ્લા બે વર્ષથી ડેટિંગ કરી રહ્યા હતા. બ્રોડવે મ્યુઝિકલ હેમિલ્ટન કાર્યક્રમમા બન્ને સાથે નજરે પડ્યા હતા. વોટસન પાસે હજુ પણ અનેક મોટા પ્રોજેક્ટ હાથમાં છે.

હેરી પોટર શ્રેણીની ફિલ્મના કારણે તે રાતોરાત સુપર સ્ટાર બની હતી. તેની સાથે તેના ફોલોઅર્સ પણ કરોડોમાં પહોંચી ગયા હતા. ઇમ્મા વોટસન અને વિલિયમ માર્ક દ્વારા  પોતાના સંબંધ અંગે હજુ સુધી કોઇ વાત કરવામાં આવી નથી. ઇમ્માએ કહ્યુ છે કે તે હાલમાં નોર્મલ લાઇફ જીવવા માટે ઇચ્છુક છે. એમ્મા વોટ્‌સન હવે સિંગલ હોવાના હેવાલને તેમના સમર્થકો સમર્થન આપી રહ્યા છે.

Share This Article