સમગ્ર- સંતુલિત બજેટની સંભાવના

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read

બજેટ આડે હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે બજેટને લઇને આશા અને અપેક્ષા વધી ગઇ છે. સામાન્ય લોકોથી લઇને તમામ નાના મોટા કારોબારીઓ, ઉદ્યોગજગત અને અન્ય સંબંધિત ક્ષેત્રોની નજર બજેટ પર કેન્દ્રિત થઇ ગઇ છે. હાલમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીએ જારદાર સપાટો બોલાવીને ૩૦૩ સીટો જીતી લીધી હતી. વર્ષ ૨૦૧૪ કરતા પણ વધારે પ્રચંડ બહુમતિ સાથે મોદી ફરી સત્તામાં આવ્યા છે ત્યારે તેમની પાસેથી દેશના લોકોને ખાસ અપેક્ષા બજેટમાંથી રહેલી છે. નવા નાણાંપ્રધાન નિર્મલા સીતારામનની સામે પડકારોની સાથે સાથે અપેક્ષા પણ જાડાયેલી છે. અપેક્ષા વચ્ચે સમગ્ર અને સંતુલિત બજેટની સંભાવના તમામ લોકો રાખી રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની પાર્ટીએ વર્ષ ૨૦૨૪ તથા તેના પૂર્વ સ્વતંત્રતાના ૭૫ વર્ષ એટલે કે ૨૦૨૨ સુધીની વિસ્તૃત સામાજિક અને આરપ્થિક તેમજ સામરિક લક્ષ્ય નક્કી કરી લીધા છે. સ્વાભાવિક છે કે બજેટ આ તમામ બાબતોને ધ્યાનમાં લઇને રજૂ કરવામાં આવનાર છે. ભારતીય જનતા પાર્ટીએ વર્ષ ૨૦૨૪ સુધી ભારતને સામાજિક, આર્થિક અને સામરિક દ્રષ્ટિથી વિશ્વની એક સશક્ત શક્તિ બનાવવા માટે લક્ષ્ય જાહેર કર્યા છે. વડાપ્રધાને આ પાંચ વર્ષમાં પાંચ લાખ અબજની સાથે દુનિયાની ત્રણ પ્રમુખ અર્થવ્યવસ્થામાં ભારતને લાવવા માટેના ટાર્ગેટ નક્કી કરી દીધા છે.

સ્વાભાવિક છે કે બજેટ આ લક્ષ્યને પૂર્ણ કરી શકે તેવી યોજના સાથે સંબંધિત રહેશે. સામાન્ય બજેટના દસ્તાવેજા છપાઇ ચુક્યા છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારામનુ બજટે ભાષણ પણ તૈયાર કરી લેવામાં આવ્યુ છે. પાંચમી જુલાઇના દિવસે તેઓ લોકસભામાં આ ભાષણ વાંચનાર છે. જેથી હવે તો માત્ર અનુમાન જ લગાવી શકાય છે. કારણ કે રજૂઆત અને માંગની અવધિ બજેટ પહેલા પૂર્ણ થઇ ચુકી છે. અર્થવ્યવસ્થાના વર્તમાન પડકારને ધ્યાનમાં લઇને બજેટની દિશા કેવી રહી શકે છે તે બાબત પણ તમામની નજર રહેશે. સામાન્ય બાબત એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી વિજયને લઇને એટલા વિશ્વાસમાં હતા કે તેઓએ વડાપ્રધાન કચેરીથી લઇને નીતિ આયોગ, નાણાં મંત્રાલય , વાણિજ્ય મંત્રાલયના વિશ્વાસપાત્ર અધિકારીઓે પોતાના સંકલ્પ પત્રને ધ્યાનમાં લઇને બજેટના કામમાં લગાવી દીધા હતા. તત્કાલીન નાણાંપ્રધાન અરૂણ જેટલીની બગડતી તબિયતના કારણે મોદીને પોતાને આ કામ કરવાની ફરજ પડી હતી. શપથગ્રહણ બાદ મોદીએ સચિવોની સાથે બેઠક કરી હતી.

ત્યારબાદ આર્થિક અને નાણાંકીય મામલાઓના નિષ્ણાંતો સાથે બેઠક કરી હતી. આ તમામ બેઠકોમાં નાણાંપ્રધાન નિર્મલા સીતારામન ઉપસ્થિત રહ્યા હતા. મોદી અને તેમની પાર્ટીએ ભાવિ યોજના અને અન્ય બાબતોને ધ્યાનવમાં લઇને બજેટ તૈયાર કર્યુ છે. એમ પણ ચૂંટણી પહેલા રજૂ કરવામાં આવેલુ બજેટ કહેવા માટે તો વચગાળાનુ બજેટ હતુ પરંતુ તે વ્યવહારમાં પૂર્ણ બજેટ જ હતુ. તેના કારણે પણ બજેટની દિશા અને આધાર અંગે માહિતી સરળ રીતે મળી શકે છે. બજેટ રજૂ કરતી વેળા એ વખતે  પિયુષ ગોયલે કહ્યુ હતુ કે આ માત્ર વચગાળાનુ બજેટ નથી બલ્કે દેશની વિકાસ યાત્રાના માધ્યમ તરીકે છે. અમે દેશવાસીઓના વિશ્વાસ અને તેમની સાથે રહીને ભારતને એક શક્તિશાળી અને અગ્રણી દેશ બનાવીશુ.

હવે ભારતની જનતાની સાથે મળીને દેશની ભવ્ય ઇમારત બનાવવા માટે જઇ રહ્યા છીએ. વચગાળાનુ બજેટ ૨૭.૮૪ લાખ કરોડ રૂપિયાનુ રહ્યુ હતુ. જે પૂર્વ બજેટ કરતા ૧૩.૩ ટકા વધારે છે. તેમાં વર્ષ ૨૦૩૦ સુધી ભારતનુ લક્ષ્ય  નિર્ધાિરત કરીને તેને પૂર્ણ કરવા માટે ૧૦ પરિબળોની જાહેરાત કરવામાં આવી હતી. આના અનુરૂપ જ ભાજપે સંકલ્પ પત્રમાં વર્ષ ૨૦૨૪ સુધી ભારતને વિશ્વની એક મોટી શક્તિ બનાવવા માટેની વાત કરી હતી. વર્ષ ૨૦૨૨ સુધી માટે ૭૫ પગલા પણ નક્કી કરવામાં આવ્યા હતા. સ્વાભાવિક છે કે જ્યારે તમે સમગ્ર વિકાસ માટે મોટા અને વ્યાપક લક્ષ્ય નક્કી કરો છો ત્યારે પડકારો પણ મોટા રહે છે. વિકાસ દરને ગતિ આપવા માટેની બાબત પણ એક પડકાર છે. દુનિયામાં આર્થિક સુસ્તીનો દોર છે ત્યારે આ પડકાર કેટલાક અંશે મુશ્કેલ છે. બજેટ દેશની દિશા નક્કી કરવામાં પણ ભૂમિકા અદા કરશે.

Share This Article