ડેન્ટસુ એઈજીસ નેટવર્કની ડિજિટલ પાંખ ડેન્ટસુ વેબચટણી દ્વારા પ્રોગ્રેસિવ રિપોર્ટ કાર્ડ: અ ટ્રાયમ્ફન્ટ રિડિઝાઈન ઓફ ધ લાઈનિયર સ્કૂલ રિપોર્ટ કાર્ડ વર્તુળાકાર દસ્તાવેજમાં રજૂ કરવામાં આવ્યો છે, જે હવે ભારતમાં શાળા સ્તરીય શિક્ષણના પરિપ્રેક્ષ્યને ધરમૂળથી બદલી નાખવાનું આલેખન કરે છે.
એજન્સીની વ્યૂહરચના અને સંશોધન ટીમ સૌપ્રથમ રિપોર્ટ કાર્ડનના માળખામાં અંતર્ગત પૂર્વગ્રહોનો ઓળખી કાઢે છે. તે ભાષા, ગણિત અને વિજ્ઞાન આધારિત વિષયો, જે પારંપરિક રીતે બાળકોની બુદ્ધિ, રોજગારક્ષમતા અને આજીવન સફળતાના અસલ નિશાન માનવામાં આવે છે તેવા મુખ્ય પ્રવાહના વિષયો સાથે સામાજિક અગ્રતાઓ અને પૂર્વ- વ્યવસાય પ્રદર્શિત કરે છે. આ સ્ટાન્ડર્ડ રિપોર્ટ કાર્ડની કોષ્ટકીય ડિઝાઈન પોતે આ વિષયનો ટોચે મૂકે છે અને રીતસર અન્યોને પાછળ ધકેલે છે. હવે એ સિદ્ધ થયું છે કે ડિઝાઈનના પરિપ્રેક્ષ્યથી પણ વાલીઓ ગણિત અને ફિઝિક્સની સામે કળા, સંગીત અને શારીરિક શિક્ષણ જેવા વિષયો પર ઓછું ધ્યાન આપવા માટે ઘડાયેલા છે. પ્રોગ્રેસિવ રિપોર્ટ આ પ્રમાણસર કોષ્ટકીય ફોર્મેટની જગ્યાએ વર્તુળાકાર ફોર્મેટને મૂકીને વાલીઓ અને શિક્ષકોને તેમને દષ્ટિગોચર એકસમાન ભાર આપીને બધા વિષયોની કદર કરવા માટે અભિમુખ બનાવે છે.
ડેન્ટસુ વેબચટણીની ટીમે એ પણ ઓળખી કાઢ્યું છે કે બાળપણના વિકાસ વિશે વાલીઓનું જ્ઞાન વિસ્તર્યું છે અને સમયની એવી તાતી જરૂર છે કે બાળકોને એવી ઊભરતી દુનિયા માટે તૈયાર કરશે જેમાં હજુ અસ્તિત્વમાં નથી તતેવી ઘણી બધી નોકરીઓને અવકાશ આપશે. આજે વધુ ને વધુ શૈક્ષણિક સંસ્થાઓ જ્યાં દરેક વિષય એકસમાન મહત્ત્વપૂર્ણ છે એવા એકંદર વિકાસને ટેકો આપતા અભ્યાસક્રમ માટે જરૂરતો અને પાત્રતાને જોઈ રહી છે. વર્તુળાકાર પ્રોગ્રેસિવ રિપોર્ટ કાર્ડની ડિઝાઈન પ્રત્યે માનવ કેન્દ્રિત અભિગમ આ વિચારમાં ઊંડાણથી ડોકિયું કરતાં ઉદભવે છે.
આ ક્રાંતિકારી સંકલ્પના રજૂ કરતાં ડેન્ટસુ વેબચટણીના સિનિયર ક્રિયેટિવ ડાયરેક્ટર પી જી આદિત્યએ જણાવ્યું હતું કે ભારતમાં એરેન્જ્ડ એજ્યુકેશનની સંકલ્પના બદલવાનો અમારો અંગત ધ્યેય છે. ડિઝાઈન તેના બધા ઉત્તમ ગુણો માટે ઈન્ટરએક્ટિવ બોર્ડસના સમાવેશની પાર સ્કૂલોમાં લાગુ કરાઈ નથી. અમે વિદ્યાર્થીના મોટા ભાગની મહત્ત્વપૂર્ણ સફળતાનું પરિમાણ ધ રિપોર્ટ કાર્ડ઼ના હાર્દમાં તેને લાગુ કરવા માટે વધુ એક પગલું આગળ મૂક્યું છે. વાલી, શિક્ષક કે સ્કૂલના વહીવટદારો રિપોર્ટ કાર્ડની ફરી તે જ રીતે નહીં જોશે.
ભારતની સૌથી પ્રાચીન શૈક્ષણિક કન્સલ્ટીઝમાંથી એક કેએ એજ્યુએસોસિયેટ્સ સાથે ભાગીદારીમાં તૈયાર કરાયેલું આ પ્રોગ્રેસિવ રિપોર્ટ કાર્ડ સમૃદ્ધ ડિઝાઈની વારતા આલેખિત કરે છે. ડેન્ટસુ વેબચટણી ખાતે ડિઝાઈનના ક્રિયેટિવ ડાયરેક્ટર અશ્વિન પાલકર કહે છે, રિપોર્ટ કાર્ડની વર્તુળાકાર ડિઝાઈન વાલીઓને બધા વિષયો પર એકસમાન ધ્યાન આપવા માટે પ્રેરિત કરે છે. વર્તુળ એ એકતા અને એકસમાનતાનું દ્યોતક છે અને ધારણાઓની ઉત્તમ સ્થાપિત થિયરીથી પ્રેરિત છે. અમને વૈવિધ્યતા અને ક્રિયાત્મકતાની કદર કરવામાં આવે છે તેવા ઉદ્યોગમાં કામ કરવાનું સદભાગ્ય મળ્યું છે. અમારો ધ્યેય સાકાર કરવા માટે અમે સ્કૂલોને પ્રોગ્રેસિવ રિપોર્ટ કાર્ડનો અમલ કરવા માટે અમારી વેબસાઈટ પર ડિઝાઈન સંસાધનોને મફતમાં ઉપલબ્ધ કર્યાં છે. અમારું લક્ષ્ય મોટે પાયે આ પદ્ધતિ અપનાવવા માટે શૈક્ષણિક બોર્ડસ સુધી પહોંચવાનું છે. અમે હોશિયાર, સ્વતંત્ર ભાવિ ધરાવતા બાળકો અને વાલીઓના શૈક્ષણિક જૂની ઘરેડમાં ખેંચાતા વચ્ચે મોજૂદ કોઈ પણ ઘર્ષણને દૂર કરવા માગીએ છીએ.
આ નિવારણ દિવ્યપથ સાયન્સ સ્કૂલ, ડીપી હાઈ સ્કૂલ, નેસ્ટ પબ્લિક સ્કૂલ અને એજ્યુકો ઈન્ડિયા સાઈ બાબા પથ મુંબઈ હાઈ સ્કૂલ દ્વારા અપનાવવામાં આવ્યું છે અને ભારતમાં 6600 વાલીઓ સુધી પહોંચ્યું છે, જે એકંદર શૈક્ષણિક કામગીરીના મહત્ત્વને પ્રેરિત કરે છે. તે બાળકોના શૈક્ષણિક વિકાસ સંબંધમાં ભારતીય વાલીઓની અગ્રતાઓ વિશે મહત્ત્વપૂર્ણ વાર્તાલાપ છેડવા માટે મદદરૂપ થયું છે. તે સર્વત્ર અસરકાર ડિઝાઈનની ભૂમિકા અને પ્રભાવને વિચારણામાં લેવા માટે પ્રેરણા તરીકે સિદ્ધ પણ છે.