હાલમાં જ મુંબઈની સેશન કોર્ટમાં અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. હકીકતમાં જોઈએ તો, ગેંગસ્ટર એઝાઝ ઉર્ફ અજ્જૂ યુસુફ લકડાવાલા અહીં કોર્ટમાં મરેલા મચ્છરો ભરેલી એક બોટલ લઈને આવ્યો હતો. આ જોઈને સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા. આખો કિસ્સો ત્યારે સમજાયો, જ્યારે આ બોટલ બતાવીને કોર્ટને અનુરોધ કર્યો કે, તે તલોજા કેન્દ્રીય જેલની અંદર મચ્છરદાનીનો ઉપયોગ કરવાનો મંજૂરી માગી રહ્યો છે અને તેના માટે કોર્ટમાં મંજૂરી આપે. જો કે, કોર્ટે આ અરજીનો અસ્વિકાર કર્યો છે. લકડાવાલાને એક કેસમાં મુંબઈની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટમાં લાવવામાં આવ્યો હતો, જેમાં તે અને અંડરવર્લ્ડ ડોન છોટા રાજન આરોપી છે.
રાજન દિલ્હીની તિહાડ કેન્દ્રીય જેલમાં બંદ છે અને વીડિયો કોન્ફ્રે્સિંગ દ્વારા આ મામલાની સુનાવણીમાં હાજર થાય છે. લકડાવાલાએ કહ્યું કે જેલમાં મચ્છરોની સંખ્યા બહું વધારે છે અને ભેદભાવ કરવામાં આવી રહ્યો છે, કારણ કે ડીકે રાવ જેવા અન્ય ગેંગસ્ટરોને મચ્છરદાનીની મંજૂરી આપવામાં આવી રહી છે. જ્યારે તેમને નહોતી આપવામાં આવી રહી. લકડાવાલાએ કહ્યું કે, તેમની પાસે બે વર્ષ સુધી મચ્છરદાની હતી, પણ જેલ અધિકારીઓએ તે લઈ લીધી. સ્પેશિયલ ન્યાયાધીશ એએમ પાટિલે તલોજા સેન્ટ્રલ જેલના નિયામક દ્વારા દાખલ રિપોર્ટનું અધ્યયન કર્યું. હકીકતમાં જેલ અધિક્ષકે મચ્છરદાની માટે લાકડાવાલા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીનો આકરો વિરોધ કર્યો હતો.
જેલરે કહ્યુ કે, મહારાષ્ટ્ર કારાગાર નિયમ અધ્યાય ૨૬ નિયમ- ૧૭ અનુસાર કેદીઓને મચ્છરદાની બાંધવા માટે રસ્સી અને ખિલ્લા આપવી શકાતા નથી. તેમણે આગળ કહ્યું કે, કેદીની સુરક્ષા માટે નેટ આપવામાં આવતી નથી. જેલરે કહ્યું કે, કેદી ઓડોમોસ અને અન્ય મચ્છર ભગાડવાની વસ્તુનો ઉપયોગ કરી શકશે. આવી રીતે કોર્ટે તેમન અરજીનો અસ્વિકાર કર્યો હતો. ત્યાર બાદ ન્યાયાધીશ પાટિલે મચ્છરદાની માટે લકડાવાલાની દલીલે ફગાવી દેતા કહ્યું કે, તેમને મચ્છર ભગાડવા માટે ઓડોમોસ અને અન્ય ક્રીમનો ઉપયોગ કરવા માટે કહ્યું છે. આપને જણાવી દઈએ કે, મુંબઈની અલગ અલગ કોર્ટમાં તલોજા જેલના કેદીઓમાંથી મચ્છરોની ફરિયાદ આવતી રહે છે.