તાજેતરમાં ત્રણ મોટી હસ્તી પ્રણવ મુખર્જી, નાનાજી દેશમુખ અને ભુપેન હજારિકાને ભારત રત્ન આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જો હજુ સુધી ભારત રત્ન મેળવી લેનાર હસ્તીઓ પર ધ્યાન આપવામા આવે તો એક બાબત સાફ રીતે સપાટી પર આવે છે કે આ સન્માન હજુ સુધી મોટા ભાગે રાજનેતાઓને વધારે મળે છે. હાલમાં એક લેખમાં આ મુજબની વાત કરવામાં આવ્યા બાદ આની ચર્ચા છે. આ પ્રશ્ન પણ ઉઠાવે છે. પ્રણવ મુખર્જી અને નાનાજી દેશમુખ તો રાજનેતા તરીકે રહ્યા છે. ભુપેન હજારિકા પણ વર્ષ ૨૦૦૪માં ભાજપની ટિકિટ પર ગુવાહાટીમાંથી લોકસભા સીટ પર જીતી ગયા હતા. અમે ભારત રત્ન હાંસલ કરનાર લોકોની લાયકાતને લઇને પ્રશ્નો કરી રહ્યા નથી. આ તમામ હસ્તીઓ ભારત રત્ન મેળવવવા માટે પાત્ર છે તેમાં કોઇ બે મત નથી.
સરકાર કોઇ પણ રહી હોય ભારત રત્ન આપવાના મામલે તમામ સરકારોની પ્રાથમિકતા રાજનેતાઓ રહી છે. આનાથી સંદેશ જાય છે કે આ સર્વોચ્ચ નાગરિક સન્માન પર સૌથી પહેલો અધિકાર રાજનેતાઓનો છે. ત્યારબાદ જા કોઇ વિકલ્પ રહે છે તો અન્ય ક્ષેત્રોના લોકોને આ સન્માન મળે છે. ભારત રત્ન આપવાની શરૂઆત ૧૯૫૪માં કરવામાં આવી હતી. તેના નિયમોને લઇને મોડેથી બે ફેરફાર કરવામાં આવ્યા હતા. એક ફેરફાર એ પણ કરવામાં આવ્યો કે આ સન્માન મરણોપરાંત પણ આપવામાં આવી શકે છે. પહેલા આ સન્માન કલા, સાહિત્ય, વિ૫ાન અને જનસેવાના ક્ષેત્રમાં શાનદાર યોગદાન આપનારને આપવામાં આવતુ હતુ. હવે એક સુધારો કરીને કહેવામાં આવ્યુ છે કે આ સન્માન અન્ય તમામ ક્ષેત્રોમાં શાનદાર યોગદાન આપનારને પણ આપી શકાશે.
નિયમોમાં ફેરફાર કરવામા આવ્યા હતા કારણ કે સરકાર સચિન તેન્ડુલકર અને ધ્યાનચંદને પણ આ સન્માન આપવા માટે ઇચ્છુક હતી. જા કે ખેલ પહેલાના નિયમોમાં સામેલ ન રખાતા આને લઇને વિવાદો થયા હતા. સરકારે હોકીના જાદુગર ધ્યાનચંદને હજુ સુધી ભારત રત્ન આપ્યુ નથી પરંતુ સચિન તેન્ડુલકરને વર્ષ ૨૦૧૪માં ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યુ હતુ. ભારત રત્નને લઇને હમેંશા વિવાદ થતા રહે છે. વિવાદોના કારણે અને અન્ય કેટલાક કારણસર છેલ્લા ૬૫ વર્ષથી કુલ ૩૯ વર્ષ સુધી તો આ સન્માન કોઇને આપવામાં આવ્યુ ન હતુ. કોઇ વર્ષે આ સન્માન એકને, બેને અથવા તો ત્રણને આપવામાં આવ્યુ છે. હજુ સુધી કુલ ૪૮ લોકોને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવી ચુક્યા છે. પરંતુ આશ્ચર્યજનક બાબત એ છે કે માત્ર ૧૮ ભારત રત્ન હાંસલ કરનાર હસ્તીઓ જ રાજનીતિથી બહારની છે. સમાજસેવા માટે ભારત રત્ન હાંસલ કરનારમાં એક બિન ભારતીય છે જેમાં મધર ટેરેસાનો સમાવેશ થાય છે. જ્યારે અન્ય ૩૦ રાજનેતા સાથે સંબંધિત છે. જે વ્યક્તિ બિન ભારતીય અબ્દુલ ગફાર ખાન અને નેલ્સન મંડેલા પણ સામેલ છે. રાજનેતાઓને વધારે મહત્વ આપવાની શરૂઆત પહેલાથી જ રહી છે. વર્ષ ૧૯૫૪માં પ્રથમ વખત ત્રણ ભારતીય હસ્તીઓને ભારત રત્ન આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં સી. રાજહોપાલચારી, એસ. રાધાકૃષ્ણન અને વૈજ્ઞાનિક સીવી રમનનો સમાવેશ થાય છે.સામાન્ય રીતે જાવામાં આવે તો હજુ સુધી રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, ગૃહ પ્રધાન અને મુખ્યપ્રધાન પદ પર રહેલા ૨૦ વ્યક્તિને આ સન્માન મળી ચુક્યુ છે. એપીજે અબ્દુલ કલામને ભારત રત્ન તેમના રાષ્ટ્રપતિ બનવાથી આશરે પાંચ વર્ષ પહેલા જ મળી ગયુ હતુ. તેમના અંતરિક્ષના ક્ષેત્રમાં શાનદાર યોગદાન બદલ સન્માન મળ્યુ હતુ. અટલ બિહારી વાજપેયીને આ સન્માન એ વખતે મળ્યુ હતુ જ્યારે તેઓ પદ પર ન હતા.
ઇન્દિરા ગાધી અને જવાહર લાલ નહેરુને પદ પર રહેતી વેળા આ સન્માન આપવામા આવ્યુ હતુ. સર્વોચ્ચ સન્માનની પાત્રતા, અવધિ અને અન્ય પાસા પર સતત ચર્ચા થતી રહે છે. સાથે સાથે આને લઇને નિયમો વધારે સ્પષ્ટ કરવામાં આવે તેવી કેટલાક નિષ્ણાંત અને જાણકાર લોકોની માંગ રહી છે.