હાલ વડાપ્રધાન મોદી યુરોપના ૩ દિવસોના પ્રવાસે છે ત્યારે પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે કોરોનાને કારણે ઘણા સમય સુધી જીવન વર્ચ્યુઅલ મોડમાં ચાલી રહ્યું હતું. હવે ઓનલાઇનથી આપણે ઓફલાઇન જવાનું છે અને હકીકત પે છે કે ઓફલાઇન જ ઓનલાઇન છે.
પાછલા વર્ષે જ્યારે અવરજવર શક્ય બની તો પીએમ ફ્રેડરિક્સન પ્રથમ હેડ ઓફ ગવર્નમેન્ટ હતા, જેમનું અમને ભારતમાં સ્વાગત કરવાનો અવસર મળ્યો. આ ભારત અને ડેનમાર્કના મજબૂત સંબંધોને દર્શાવે છે. આજે જે ચર્ચા થઈ છે, તેનાથી બંને દેશોના સંબંધોને નવી તાકાત મળશે.
ભારતીય સમુદાયની કલ્ચરલ વિવિધતા એવી તાકાત છે જે અમને દરેક ક્ષણે જીવંત રહેવાનો અનુભવ કરાવે છે. ડેનમાર્કમાં ભારતના અલગ-અલગ રાજ્યોથી લોકો આવ્યા છે. કોઈ તેલુગૂ બોલે છે, કોઈ પંજાબી, કોઈ બાંગ્લા, તમિલ, મલયાલી, અસમિયા, કોઈ મરાઠી તો કોઈ ગુજરાતી. ભાષા ગમે તે હોય, પરંતુ ભાવ એક છે.
આપણા બધાના સંસ્કાર ભારતીય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ચારેબાજુ ડંકો વાગી રહ્યો છે, ત્યારે હાલ પીએમ મોદી યુરોપના ત્રણ દેશોના પ્રવાસે છે. જર્મની બાદ પીએમ મોદી હવે બીજા દિવસે ડેનમાર્ક પહોંચી ગયા છે. અહીં એરપોર્ટ પર તેમનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
ડેનમાર્કના પીએમ ફ્રેડરિક્સન પીએમ મોદીને રિસીવ કરવા એરપોર્ટ પર પહોંચ્યા હતા. પીએમ મોદીએ અહીં ભારતીયોને સંબોધિત પણ કર્યા હતા. આ સિવાય પીએમ પણ ભારતીયો સાથે ઢોલ પર હાથ અજમાવતા જાેવા મળ્યા હતા.