તાજેતરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીનની મુલાકાતે જઇ આવ્યા છે. અને હવે નેપાળના વડાપ્રધાન કે.પી શર્મા પણ ચીનની મુલાકાતે છે જેમાં નેપાળમાં ઇંફ્રાસ્ટ્રકચર પ્રોજેકટના હાઇડ્રોપાવર પ્રોજેકટ, સિમેન્ટ ઇન્ડ્રસ્ટ્રીઝ અને હાઇલેન્ડ કૂડપાર્કના નિર્માણ માટે નેપાળ અને ચીનની ખાનગી કંપનીઓ અને સરકાર વચ્ચે કરાર કરવામાં આવ્યા છે. છેલ્લા ઘણા વર્ષોથી ચીન નેપાળમાં મોટા પાયે રોકાણ કરી રહ્યું છે.
એવું માનવામાં આવી રહ્યું છે કે ઇન્વેસ્ટમેન્ટ બોર્ડ ઓફ ગવર્નમેન્ટ ઓફ નેપાળ અને હોકિસન સિમેન્ટ નારાયણી પ્રાઇવેટ લિમિટેડ વચ્ચે સમજૂતી કરવામાં આવી છે. અને આ સમજૂતી હેઠળ ચીનની કંપની નેપાળમાં ૧૪.૪ અબજ રૂપિયાનું રોકાણ કરશે. આ પ્રોજેકટથી દૈનિક ૩૦૦૦ મેટ્રિક ટન સિમેન્ટનું ઉત્પાદન થ શકશે. ઉલ્લેખનીય છે કે ચીનના છ દિવસના પ્રવાસે ગયેલા નેપાળના વડાપ્રધાન કે.પી.શર્મા ચીન સાથે દ્વિપક્ષીય સંબધો મજબૂત બનાવવા માટે ચીનના વડાપ્રધાન લી કેકિઆંગ સાથે મંત્રણા પણ કરશે.