પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં પીઆઈઓ-સાંસદ સમ્મેલનના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કર્યું.
પ્રધાનમંત્રીએ પ્રતિનિધિઓનું સ્વાગત કરતા જણાવ્યું કે સેકડો વર્ષોમાં એનેક લોકોએ ભારત છોડ્યુ હશે પરંતુ ભારત તેમના મગજ અ હૃદયમાં પોતાનું સ્થાન બનાવી રાખ્યું છે. તેમણે કહ્યું કે તેમાં આશ્ચર્ય નથી કે ભારતીય મૂળના લોકોએ અપનાવાયેલી જમીન સાથે પોતાને એકિકૃત કરી લીધા છે. તેમણે કહ્યું કે લોકોએ પોતાની ભારતીયતા જાળવી રાખી છે અને વિદેશોમાં વસેલા લોકોએ ત્યાંની ભાષા, ખાણી-પીણી તથા વેશભૂષાને અપનાવી લીધા છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે એવું લાગે છે નવી દિલ્હીમાં ભારતીય મૂળના લોકોની મિની વિશ્વ સંસદ અહીં એકત્રિત થઇ છે. તેમણે જણાવ્યું કે ભારતીય મૂળના લોકો આજે મોરેશીયસ, પોર્ટુગલ અને આયરલેંડના પ્રતિનિધિ છે. તેમણે વધુમાં જણાવ્યું કે ભારતીય મૂળના લોકો અનેક દેશોમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અને શાસનાધ્યક્ષ રહ્યાં છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે છેલ્લાં ત્રણ થી ચાર વર્ષોમાં ભારત વિશે વિશ્વની છબી બદલાય છે. તેનું કારણ એ છે કે ભારત સ્વયંને બદલી રહ્યો છે. અત્યારે ભારતની આંકાંક્ષાઓ અને આશાઓ ટોચ પર છે. દરેક ક્ષેત્રમાં બદલાવ દેખાઇ રહ્યાં છે.
વધુમાં જણાવતા તેમણે કહ્યું કે ભારતીય મૂળના લોકો જ્યાં પણ છે ભારતના સ્થાયી રાજદૂતની જેમ જ છે. વિદેશ યાત્રા દરમિયાન તેઓ ભારતીય મૂળના લોકોને મળવાનો પ્રયત્ન હંમેશા કરતા રહે છે.
પ્રધાનમંત્રીએ વિદેશોમાં રહેનારા ભારતીય નાગરિકોની સમસ્યાઓ પર નિરંતર રૂપથી નજર રાખવા માટે વિદેશ મંત્રી શ્રીમતી સુષ્મા સ્વરાજની પ્રશંસા કરી હતી. આ સંદર્ભમાં તેમણે ‘મદદ પોર્ટલ’નો ઉલ્લેખ કર્યો હતો, જે કોન્સ્યુલર ફરિયાદોની મોનીટરીંગ કરે છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે સરકાર એ માને છે કે અપ્રવાસી ભારતીય ભારતના વિકાસ માટે સહયોગી છે. નીતિ આયોગ દ્વારા તૈયાર ૨૦૨૦ સુધીના કાર્ય એજંડામાં પ્રવાસી ભારતીયોનું મહત્વપૂર્ણ સ્થાન છે. ભારતીય સભ્યતા અને સંસ્કૃતિનું મૂલ્ય અસ્થિરતાના યુગમાં સમગ્ર વિશ્વને દિશા આપી શકે છે. ભારતનો આસિયાન દેશોની સાથે ઘનિષ્ઠ સંબંધ છે. આ ઘનિષ્ઠતા ગણતંત્ર દિવસ દરમિયાન જોવા મળશે.