મજૂર દિવસ એટલે કે, ૧ મેથી એલપીજી સિલિન્ડરના ભાવ ઘટી ગયા છે. દિલ્હીથી લઈને બિહાર અને યૂપી સહિત કેટલાય શહેરોમાં એલપીજી સિલિન્ડરના ભાવ ઘટી ગયા છે. નવા રેટ ગેસ કંપનીઓ તરફથી પોતાની વેબસાઈટ પર અપડેટ કરી દેવામાં આવ્યા છે. કાનપુર, પટના, રાંચી અને ચેન્નાઈમાં એલપીજી સિલિન્ડરના ભાવ ૧૭૧.૫૦ રૂપિયા સસ્તો થઈ ગયો છે. આ ઘટાડો કોમર્શિયલ સિલિન્ડરના ભાવ પર થયો છે. આજે દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડર ૧૮૫૬.૫૦ રૂપિયા છે. મુંબઈમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત ૧૮૦૮.૫૦ રૂપિયા છે. કોલકાતામાં કિંમત ૧૯૬૦.૫૦ રૂપિયા અને ચેન્નાઈમાં આ ભાવ ૨૦૨૧.૫૦ રૂપિયા ઈ ચુકી છે. બીજી તરફ ૧૪.૨ કિલો રસોઈગેસવાળા સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવ દર મહિને બદલાતા રહે છે. એપ્રિલમાં કોમર્શિયલ સિલિન્ડરના ભાવ ઘટ્યા હતા. ૧ એપ્રિલે તેના ભાવમાં ૯૨ રૂપિયાનો ઘટાડો આવ્યો હતો.
જો કે, આ અગાઉ એક માર્ચ ૨૦૨૩ના રોજ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ૩૫૦ રૂપિયાનો વધારો થયો હતો. તો વળી એક વર્ષ પહેલા મે ૨૦૨૨માં એલપીજી કો. સિલિન્ડરના ભાવ દિલ્હીમાં ૨૩૫૫.૫૦ રૂપિયા સુધી પહોંચી ગયા હતા અને આજે ઘટીને ૧૮૫૬.૫૦ રૂપિયા સુધી પહોંચી ચુક્યા છે. તેનો અર્થ એ છે કે, દિલ્હીમાં ૪૯૯ રૂપિયાનો ઘટાડો થયો છે. દિલ્હીમાં ૧૧૦૩ રૂપિયા, કલકત્તામાં ૧૧૨૯ રૂપિયા, મુંબઈમાં ૧૧૧૨.૫ રૂપિયા, ચેન્નાઈમાં ૧૧૧૮.૫ રૂપિયા, પટનામાં આ ભાવ ૧૨.૦ રૂપિયા છે, આપને જણાવી દઈએ કે, ઘરેલૂ ગેસના ભાવ ૫૦ રૂપિયા સસ્તો થયો હતો. તો વળી કોમર્શિયલ ગેસના ભાવમાં ૩૫૦ રૂપિયાનો વધારો થયો હતો.