ટેક્સ, ખર્ચના આધાર ઉપર કિંમત અલગ અલગ રહી છે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવીદિલ્હી : પેટ્રોલ ડીઝલની કિંમતમાં હાલમાં સતત વધારો થવાના પરિણામ સ્વરુપે એક બાજુ લોકો ત્રાહિમામ પોકારી ગયા છે ત્યારે બીજી બાજુ પેટ્રોલની કિંમતમાં હજુ પણ વધારો કરવામાં આવે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. કારણ કે, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતમાં ભારે અફડાતફડી જાવા મળી રહી છે. એક શહેરથી બીજા શહેરમાં અને એક પેટ્રોલ પંપથી બીજા પેટ્રોલ પંપ પર રેટ જુદા જુદા દેખાઈ આવે છે પરંતુ આ રેટ લોકલ ટેક્સ અને પરિવહન ખર્ચ ઉપર આધારિત રહે ચે. અમેરિકી ડોલર સામે રૂપિયામાં હાલમાં અવિરત ઘટાડો થયો છે. સાથે સાથે ક્રૂડ ઓઇલની કિંમતમાં અભૂતપૂર્વ વધારો થયો છે જેના પરિણામ સ્વરુપે ફ્યુઅલની કિંમતમાં વધારો થઇ રહ્યો છે.

ઊંચી તેલ કિંતમના પરિણામ સ્વરુપે આયાત વધારે ખર્ચાળ બની ગઈ છે જેની સીધી અસર ફ્યુઅલની કિંમત ઉપર જાવા મળી રહી છે. પેટ્રોલિયમ પેદાશોની કિંમત વધવાના લીધે લોકો પરેશાન છે પરંતુ વૈશ્વિક ઘટનાક્રમ આના માટે મુખ્યરીતે જવાબદાર છે. વૈશ્વિક સ્તર પર તેલ કિંમતોમાં ઉતારચઢાવની સ્થિતિ હાલ જારી રહે તેમ માનવામાં આવે છે.

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઓપેક દેશોને કિંમતોમાં ઘટાડો કરવા માટે કહી ચુક્યા છે પરંતુ આની અસર દેખાય તેવી શક્યતા ઓછી છે. આજે સતત બીજા દિવસે ડિઝલની કિંમત અકબંધ રહી હતી. પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું છે કે, આંતરરાષ્ટ્રીય પરિબળો પેટ્રોલિયમ પેદાશોની કિંમતો માટે જવાબદાર છે. દિલ્હીમાં તમામ મેટ્રોની સરખામણીમાં ફ્યુઅલની કિંમત સસ્તી છે. કારણ કે ટેક્સ ઓછા છે જ્યારે મુંબઈમાં સૌથી ઉંચી કિંમત છે કારણ કે સૌથી ઉંચા સેલ્સ ટેક્સ અથવા તો વેલ્યુએ એડેડ ટેક્સ છે.

Share This Article