પશ્ચિમ બંગાળમાં હાલમાં જે રાજકીય ઘટનાક્રમનો દોર ચાલી રહ્યો છે તેનાથી સામાન્ય વ્યક્તિમાં નારાજગી ફરી વળે તે સ્વાભાવિક છે. કોઇ પણ ભારતીય વ્યક્તિ એક બાબત તો સરળ રીતે સમજી શકે છે કે મમતા બેનર્જી ખુબ અયોગ્ય રીતે કામ કરી રહ્યા છે. ભાજપના લોકોને રાજ્યમાં પ્રચાર કરવાથી રોકવાના બનતા તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. હવે જાણકાર લોકો કહે છે કે બંગાળમાં લોકસભા ચૂંટણી રાષ્ટ્રપતિ શાસન હેઠળ યોજવામાં આવે તે જરૂરી છે. કારણ કે બંગાળમાં ભારે અંધાધુંધી છે. બંગાળમાં મમતાના શાસનમાં નિષ્પક્ષ ચૂંટણી મુશ્કેલ દેખાઇ રહ છે.
કારણ કે ભારે હિંસા પંચાયત ચૂંટણી દરમિયાન થઇ હતી. બંગાળમાં વર્ષ ૧૯૭૭થી જ શાસનપક્ષ તરફથી ગુંડાગીરી ચાલી રહી છે. ૨૦મી મે ૨૦૧૧ના દિવસે જ્યારે સામ્યવાદીઓના શાસનનો અંત આવ્યો ત્યારે પણ કેટલાક લોકો કહી રહ્યા હતા કે આનાથી કોઇ ફાયદો થશે નહીં. કારણ કે મમતા બેનર્જી અને સામ્યવાદીઓ વચ્ચે કામ કરવાની રીતમાં કોઇ અંતર નથી. એ વખતે પણ અનેક લોકો કહેતા હતા કે મમતાના જયજયકારની કોઇ જરૂર નથી. આજે બંગાળમાં મમતાના શાસનને આઠ વર્ષ થયા છે. ત્યા દિન પ્રતિદિન વિપક્ષી સમર્થિત મતદારોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે. બંગાળમાં હવે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની જરૂર દેખાઇ રહી છે. બંગાળમાં લોકશાહી દમ તોડી રહી છે.કેન્દ્ર સરકાર રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં કોની રાહ જાઇ રહી છે તે બાબત સમજાતી નથી. હવે તો સીબીઆઇની ટીમને જ પકડીને કસ્ટડીમાં મુકી દેવામાં આવી છે.
જો સીબીઆઇની સાથે આવુ થઇ શકે છે તો સામાન્ય મતદારોની હાલત શુ હશે તે સમજી શકાય છે. કારણ કે તેઓ તો પાર્ટીના ધ્વજ પણ લગાવી શકે નહીં. કારણ કે આવુ કરવાની સ્થિતીમાં હુમલો થવાનો ખતરો છે. ભાજપ પ્રમુખ અમિત શાહ અને ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને રોકવામાં આવ્યા હતા. આનાથી ઓછુ હોય છે તેમ હવે સીબીઆઇને લઇને મમતા બેનર્જી જે પ્રકારનુ વલણ અપનાવી રહ્યા છે તેને લઇને દેશના લોકો ભારે નારાજ છે. હવે સામાન્ય લોકોની પણ એવી સાફ પ્રતિક્રિયા છે કે મમતા બેનર્જીની સરકારને બરખાસ્ત કરીને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવે તે જરૂરી છે. કારણ કે રાજ્યમાં બંધારણીય વ્યવસ્થા ભાંગી પડી છે. મમતા બેનર્જી હવે નવેસરથી વિવાદમાં છે.
કારણ કે સીબીઆઇની ટીમ હાલમાં જ્યારે કોલકત્તાના પોલીસ કમીશનર રાજીવ કુમારની પુછપરછ કરવા માટે પહોંચી ત્યારે પોલીસે બળજબરીપૂર્વક સીબીઆઇની ટીમને રોકી હતી અને તેમની સાથે ખરાબ વર્તન કરીને અધિકારીઓને કસ્ટડીમાં લઇ લેવામાં આવ્યા હતા. અહીંથી સીબીઆઇ અને મમતા બેનર્જી વચ્ચે ખેંચતાણની શરૂઆત થઇ હતી. મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. કોર્ટે કઠોર વલણ અપનાવને કેટલાક સ્પષ્ટ આદેશ આપ્યા છે. સુપ્રીમ કોર્ટે શારદા ચીટ ફંડ કૌભાંડમાં પુછપરછ કરવા માટે કોલકાતા પોલીસ કમિશનર રાજીવ કુમારને સીબીઆઈની સામે ઉપસ્થિત થવા માટે સ્પષ્ટ આદેશ કરી દીધો છે.
બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી આને લઇને વાંધો ઉઠાવી રહ્યા હતા પરંતુ સુપ્રીમ કોર્ટે રાજીવ કુમારને સીબીઆઈ સમક્ષ ઉપસ્થિત થવા સ્પષ્ટ સૂચના આપી છે. કોર્ટે રાજીવને બંગાળની બહાર શિલોંગમાં સીબીઆઈ સમક્ષ ઉપસ્થિત થવા માટે આદેશ કર્યો છે. કોર્ટે રાજ્યના મુખ્ય સચિવ, ડીજીપી,કોલકાતાના પોલીસ કમિશનરને સીબીઆઈની માનહાનિ અરજી પર નોટિસ ફટકારી છે. મામલાની સુનાવણી ૨૦મી ફેબ્રુઆરીના દિવસે હાથ ધરવામાં આવશે. સુપ્રીમ કોર્ટમાં દલીલબાજી દરમિયાન સીબીઆઈ તરફથી ઉપસ્થિત થયેલા એટર્ની જનરલ કેકે વેણુગોપાલે એસઆઈટી દ્વારા પુરાવા સાથે ચેડા કરવામાં આવ્યા હોવાનો દાવો કર્યો હતો. વેણુગોપાલે એમ પણ કહ્યુ હતુ કે મામલાની તપાસ યોગ્યરીતે કરવામાં આવી નથી. બંગાળમાં બંધારણીય સંસ્થાઓ ભાંગી પડી હોવાની પણ વાત કરવામાં આવી હતી. શારદા અને રોઝવેલી કૌભાંડના મામલામાં તપાસને લઇને સીબીઆઈ અને પશ્ચિમ બંગાળ સરકાર આમને સામને આવી ચુકી છે. બંગાળમાં આગામી દિવસોમાં રાષ્ટ્રપતિ શાસનની માંગ વધારે તીવ્ર બની શકે છે. ભાજપના લોકો અને કાર્યકરો આ માંગ સાથે કેમ દેખાવ કરતા નથી તે પણ બાબત ગળે ઉતરતી નથી. બંગાળમાં મમતાના નેતૃત્વમાં નિષ્પક્ષ મતદાન થઇ શકે તેમ નથી. આવી સ્થિતીમાં કેન્દ્ર સરકાર હવે ૫૬ ઇંચની છાતી બતાવી કઠોર વલણ અપનાવે તે જરૂરી છે.