રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને ગુજરાતના કુંભાર પરિવારોને અંદાજે પાંચ કરોડ દિવડાનો મળ્યો ઓર્ડર મળ્યો

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

કુંભાર પરિવારોને રૂપિયા ૧ કરોડથી વધુનો આર્થિક ફાયદો કરાવશે
અમદાવાદ
: ખાસ કરીને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રાજ્યના કુંભાર પરિવારો માટે વેપાર લઈને આવ્યો છે. રાજ્યના લાખો કુંભાર પરિવારોને દીવડાના મસમોટા ઓર્ડર મળ્યા. કુંભારો પરિવારોને ફળ્યું રામમંદિર! પ્રાણપ્રતિષ્ઠા માટે ગુજરાતથી અયોધ્યા જશે ૫ કરોડ દીવડા. રામલલ્લા માટે ચાલી રહી છે તડામાર તૈયારીઓ. રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને પગલે દીવડાઓ માટે મંદિરો, ધાર્મિક સંસ્થાઓ અને વેપારીઓએ આપ્યા લાખો રૂપિયાના દીવડા લેવાના ઓર્ડર આપ્યાં છે. દિવાળીમાં થતી દિવડાની ખરીદી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં શરુ થઈ છે. દીવડાના સુરત, મુંબઇ, અમદાવાદ સિટીમાં સૌથી વધુ ઓર્ડર આવ્યાં છે. કોડિયા સાથે માટીની ડીશનો પણ ઓડર મળ્યો છે. રંગોળી અને આરતી કરવા માટે માટીની ડિશનો ઓર્ડર મળ્યો છે. સાથે માટીના રામ દરબારના પણ અનેક ઓર્ડર મળ્યા છે. રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને ગુજરાતના કુંભાર પરિવારોને અંદાજે પાંચ કરોડ દિવડાનો મળ્યો ઓર્ડર મળ્યો છે. કુંભાર પરિવારોને રૂપિયા ૧ કરોડથી વધુનો આર્થિક ફાયદો કરાવશે. કુંભાર પરિવારો ૨૨ જાન્યુઆરીના દિવસની બીજી દિવાળી માની રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દેશવાસીઓને ૨૨ જાન્યુઆરીએ રામ જ્યોત પ્રજ્વલિત કરવા અપીલ કરી હતી. મંદિરો અને ધાર્મિક સંસ્થાઓમાં ૨૨ જાન્યુઆરીએ દીપ પ્રજ્વલિત કરી દીવાળી ઉજવવાના આયોજનો છે.

Share This Article