અમદાવાદ : ગુજરાતી ફિલ્મ જગતમાં નવી ફિલ્મ “સુરતી લોચો” જલ્દી જ દર્શકોના દિલ જીતી લેવા આવી રહી છે. નેશનલ એવોર્ડ વિજેતા જાણીતી અભિનેત્રી જાગૃતિ ઠાકોરના હસ્તે આ ફિલ્મનું પોસ્ટર અને ગીતનું લોન્ચિંગ અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું.
આ ફિલ્મ સેવતી વ્હાઇટ ક્લાઉડ ફિલ્મના બેનર હેઠળ પ્રોડ્યુસર સુમન જૈન અને ઉષા રાની જૈન તથા દિગ્દર્શક સંજીવ જૈન દ્વારા તૈયાર કરવામાં આવી છે. ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં પરાગ માલમ, ગ્રેનસી કનેરિયા, પૂનમ શર્મા, નિમેશકુમાર મહેરીયા, રજનીશ રાણા અને હિમાંશુ પાઠક અભિનય કરી રહ્યા છે. વાર્તા અને દિગ્દર્શન બંને સંજીવ જૈન દ્વારા કરવામાં આવ્યા છે, જ્યારે ડાયલોગ, સ્ક્રીનપ્લે અને ગીતો જાણીતા લેખક રાજ તલાવીયાએ લખ્યા છે.
ફિલ્મના ડી.ઓ.પી. તરીકે પ્રસિદ્ધ વિરલ પટેલ (અન્નૂ પટેલ) જોડાયા છે અને એડિટિંગનું કામ મુકેશ રૂપેલાએ સંભાળ્યું છે.
વિશેષ વાત એ છે કે આવનારી નવરાત્રીની મોસમને ધ્યાનમાં રાખીને ફિલ્મમાં ગરબા સોંગનો સમાવેશ કરવામાં આવ્યો છે. ફિલ્મની ટીમ નવરાત્રી દરમિયાન અલગ અલગ ગરબા મહોત્સવોમાં પણ ઉપસ્થિત રહીને દર્શકોને રૂબરુ મળશે.
આ ફિલ્મ આવનારા દિવાળી તહેવારોમાં ગુજરાતભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે અને દર્શકોને મનોરંજન સાથે નવી વાર્તા, નવા કલાકારો અને ગુજરાતી સંસ્કૃતિનો અહેસાસ કરાવશે.