તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ડિરેક્ટર માલવ રાજાની એક સોશિયલ મીડિયા પોસ્ટ જોરદાર વાયરલ થઈ રહી છે. આ પોસ્ટમાં ડિરેક્ટર માલવ રાજાએ શોના જૂના તારક મહેતા એટલે કે શૈલેષ લોઢા અને અન્ય મિત્રો સાથે જોવા મળે છે. તસવીર કરતાં પણ વધુ ફોટોના કેપ્શનની ચર્ચા થઈ રહી છે, જેને જોઈને ઈન્ટરનેટ યૂઝર્સ તેને એન્જોય કરી રહ્યાં છે અને કહે છે કે કદાચ આ જ કારણ છે કે શૈલેષ લોઢાએ તારક મહેતા…છોડી દીધી છે.
કેટલાક ઈન્ટરનેટ યુઝર્સ એવા છે કે જેઓ તસવીર જોઈને શોમાં શૈલેષ લોઢાને યાદ કરી રહ્યા છે અને શોમાં તેમના પરત આવવાની આશા રાખી રહ્યા છે. માલવ રાજાએ આ ફોટાના કેપ્શનમાં લખ્યું છે કે, “મેં એ વ્યક્તિ જેનું સૌથી વધારે શોષણ કર્યું કહીને મહેતા સાહેબ સિવાય બધાનું પેકઅપ” તારક મહેતાના અન્ય સ્ટાર્સે પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે. શોમાં રોશન કૌર સોઢીનું પાત્ર ભજવતા જેનિફર મિસ્ત્રીએ ટિપ્પણી કરી, “મને લાગ્યું કે તમે મારું સૌથી વધુ શોષણ કર્યું છે.” બીજી તરફ માલવના એક મિત્રએ મજાકમાં લખ્યું કે, શું આ જ કારણ છે માલવ ભાઈ. એક યુઝરની કોમેન્ટ છે, એવું લાગે છે કે મહેતા સાહેબે એટલે જ આ શૉ છોડ્યો.
બીજા ઈન્ટરનેટ યુઝરે ટિપ્પણી કરી, શોની સૌથી મોટી ખોટ. અન્ય યુઝરે લખ્યું, આ જ કારણ છે કે આ વ્યક્તિ ગુસ્સાવાળી પોસ્ટ કરે છે. બીજા યુઝરે વિનંતી કરતા લખ્યું કે, હું તેને દરેક સીનમાં મિસ કરું છું. સર મહેરબાની કરીને શૈલેષ સરને પાછા આવવા માટે સમજાવો. અમને આ મહેતા સાહેબની જરૂર છે. મે ૨૦૨૨માં જ્યારે અચાનક સમાચાર સામે આવ્યા કે, તારક મહેતાનું પાત્ર ભજવતા શૈલેષ લોઢાએ શોને અલવિદા કહી દીધું છે, ત્યારે તેમના ચાહકો ચોંકી ગયા હતા. આનું કારણ આજ સુધી સામે આવ્યું નથી, પરંતુ એવા અહેવાલ હતા કે નિર્માતા અસિત મોદી સાથેના મતભેદોને કારણે તેણે આ ર્નિણય લીધો છે. કેટલાક અહેવાલોમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે તે શોમાં જેઠાલાલની ભૂમિકા ભજવનાર દિલીપ જોશી સાથે તેમની બની રહી નથી.
બીજી તરફ, કેટલાક અહેવાલોમાં એવું પણ સૂચવવામાં આવ્યું છે કે, શૈલેષ લોઢા ૧૪ વર્ષથી શોનો ભાગ હોવા છતાં પૂરતા ફૂટેજ ન મળવાને કારણે દુઃખી થયા હતા. પણ સત્ય શું છે? આ વાત ફક્ત શૈલેષ લોઢા અથવા શો સાથે જોડાયેલા લોકો જ કહી શકે છે.