તમે બહુ ઓછા એવા બોલિવૂડ સ્ટાર્સ વિશે જાણતા હશો જેમની કંઇક અલગ જ ઓળખાણ હોય. તો આજે અમે તમને એ બોલિવૂડ સ્ટાર્સ વિશે જણાવીશું જેમનું પોલિટિકલ કનેક્શન પણ બહુ જોરદાર છે. રાજનિતી દુનિયા સાથેનો સંબંધ પણ જોરદાર છે. આ સ્ટાર્સની વાત કરીએ તો સૌથી પહેલું નામ બોલિવૂડના ફેમસ એક્ટર રિતેશ દેશમુખનું આવે છે. રિતેશ દેશમુખ પોલિટિક્સ દુનિયાના જાણીતા પરિવારમાંથી આવે છે. જો કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક અલગ ઓળખ બનાવી લીધી છે. રિતેશ દેશમુખ દિવંગત રાજનેતા વિલાસરાવ દેશમુખના પુત્ર છે. વિલાસરાવ દેશમુખ મહારાષ્ટ્રના મુખ્યમંત્ર હતા અને તેઓ કોંગ્રેસ સરકારમાં કેન્દ્રીય મંત્રી પણ રહ્યા હતા. સલમાન ખાનની બહેન અર્પિતાના જેની સાથે લગ્ન થયા છે એ આયુષ શર્મા પણ જાણીતો ચહેરો છે.
આયુષ શર્માએ વર્ષ ૨૦૧૮માં ફિલ્મ લવયાત્રીથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યુ હતુ. પરંતુ શું તમે જાણો છો તો આ એક દિગ્ગજ રાજનેતાના પુત્ર છે? તો તમને જણાવી દઇએ કે આયુષ શર્માના પિતા અનિલ શર્મા હિમાચલ પ્રદેશના ધારાસભ્ય રહી ચુક્યા છે. અનિશ શર્મા પણ એક જાણીતો ચહેરો છે.
મૈ તેરા હિરો, જિસ્મ ૨ જેવી ફિલ્મોથી પોતાની ઓળખ બનાવી ચુકેલા એક્ટર અરુણોદય સિંહ એક પોલિટિકલ ફેમિલીમાંથી આવે છે.એક્ટરના પિતા અજય સિંહ મધ્ય પ્રદેશના ધારાસભ્ય રહી ચુક્યા છે, જ્યારે દાદાની વાત કરીએ તો અર્જુન સિંહ બે વાર મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી બન્યા હતા. આ સંબંધો વિશે જાણીને ફેન્સ પણ વિચારમાં પડી જશે. તુમ બિન ૨, ક્રૂક જેવી ફિલ્મોથી પોતાની આગવી ઓળખ બનાવનાર અને લોકપ્રિયતા હાંસિલ કરનાર એક્ટ્રેસ નેહા શર્માને આજે દરેક લોકો ઓળખે છે. બિહારની રહેવાસી નેહાએ ફેશન ડિઝાઇનિંગથી પોતાની કેરિયરની શરૂઆત કરી હતી. નેહાના પિતા અજિત શર્મા બિહારના ભાગલપુર ધારાસભ્ય છે. દમ લગા કે હાય્શાથી બોલિવૂડમાં લીડિંગ એક્ટ્રેસથી પગ મુકનાર એક્ટ્રેસ ભૂમિ પેડનેકર મહારાષ્ટ્ર રાજનીતિના એક દિગ્ગજ પરિવારમાંથી આવે છે. ભૂમિના પિતા સતીશ પેડનેકર મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી હતા, વર્ષ ૨૦૧૧માં કેન્સર સામે લાડી લડત લડ્યા બાદ એમનું નિધન થયુ હતુ.