દેશમાં ઓનલાઇન શોપિગ કારોબાર બદલાઇ રહ્યો છે. સરકારે ઇ-કોમર્સ કંપનીઓ પર જે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે ત્યારબાદ એક્સક્લુસિવ ડીલ, કેશબેક અને બંપર ડિસકાઉન્ટ જેવી ચીજો ખતમ થઇ રહી છે. સરકારે ઇ કોમર્સ સેક્ટર માટે પ્રત્યક્ષ વિદેશી રોકાણની નીતિ હવે બદલાઇ ગઇ છે. જેના પરિણામ સ્વરૂપે એમેઝોન અને ફ્લીપકાર્ટ જેવી મોટી અને મહાકાય કંપનીઓને મોટો ફટકો પડી ગયો છે. સ્થાનિક કારોબારીઓનો ગુસ્સો શાંત કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
કંપનીઓના કામ કરવાના તરીકાને લઇને નારાજગી પ્રવર્તી રહી છે. પોલીસીમાં કેટલાક નવા નિયમો ઉમેરી દેવામા આવ્યા છે. જે મુજબ ઇ-કોમર્સ પ્લેટફોર્મ સાથે જોડાયેલી કોઇ પણ યુનિટ ચીજવસ્તુની ખરીદી કરી શકે નહીં. આની સાથે સાથે કોઇ ઇકોમર્સ સાઇટ પર કોઇ વેન્ડર કેટલી ચીજો વેચી શકે છે તે બાબત પણ નક્કી કરવામાં આવી છે. કેશબેક અને એક્સક્લુસિવ સેલ પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આના કારણે ઇકોમર્સ સેક્ટરની કંપનીઓને પોતાના બિઝનેસ મોડલમાં ફેરફાર કરવાની ફરજ પડી શકે છે.
સરકારના નવા નિયમ મુજબ કોઇ કોમર્સ પ્લેટફોર્મ કોઇ સપ્લાયરને ખાસ રાહત આપી શકશે નહીં. આ સુધારા કરવામાં આવ્યા બાદ કેશબેક, એક્સક્લુસિવ સેલ અથવા તો કોઇ પોર્ટલ પર એક બ્રાન્ડના લોંચ , એમેઝોન પ્રાઇમ અને ફ્લીપકાર્ટ જેવી ડીલ્સ અથવા તો કોઇ ખાસ સેવા આપવામાં પરેશાની થાય નહીં. નવા નિયમોનો હેતુ આ પ્લેટફોર્મને કોઇ પણ પ્રકારના પક્ષપાતથી બચાવી લેવાનો રહેલો છે. ક્લાઉડટેલને એમેઝોન અને રિટેલને ફ્લીપકાર્ટ સાથે જોડીને જોવામાં આવે છે. જો કે નવા નિયમોના કારણે સંબંધિત પ્લેટફોર્મપર ચીજ વસ્તુઓ વેચી શકાશે નહીં. ફ્લીપકાર્ટન નવ માલિકી વોલમાર્ટ પોતે ઇ-કોમર્સ પ્લેટફોર્મમાં ચીજવસ્તુઓ વેચી શકશે નહીં.
નીતિ ફેરફાર પર એક મોટા સરકારી અધિકારીએ માહિત આપતા કહ્યુ છે કે વર્ષ ૨૦૧૬ની પ્રેસ નોટમાં જ્યારે વાત કરવામાં આવી હતી તેને સારી રીતે અમલી કરવા માટે આ પગલુ લેવામાં આવી રહ્યુ છે. આમાં કહેવામાં આવ્યુ હતુ કે ઇ-કોમર્સ પ્લેટફોર્મની કિંમતો પર પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે અસર કરી શકાય નહીં. દબાણ પણ લાવી શકાય નહી. અધિકારીઓ કહે છે કે ઇ-કોમર્સ પ્લેટફોર્મની સહયોગી યુનિટો તરફથી હાલમાં સતત ફરિયાદો મળી રહી હતી. નવા ફેરફાર કરવામા આવ્યા બાદ હવે નવી વ્યવસ્થા અમલી બની રહી છે.
જેના ભાગરૂપે હવે ગ્રાહકોને પહેલાની જેમ ઇ-કોમર્સ સાઇટ્સ પર પૂર્ણ ડિસ્કાઉન્ટ મળી શકશે નહીં. આના કારણે ફિજિકલ સ્ટોર્સને ફાયદો થઇ શકે છે. જેના બિઝનેસમાં ઇ-કોમર્સ કંપનીઓએ મોટી ભેંટ કરી છે. વેપારી સમુદાયના લોકો સતત ફરિયાદ કરી રહ્યા હતા કે ઇ-કોમર્સ કંપનીઓ તેમના પ્લેટફોર્મ પર ચીજવસ્તુઓનુ વેચાણ કરીને માર્કેટને નુકસાન કરી રહી હતી. વેપારીઓના કહેવા મુજબ તે પ્રત્યક્ષ વિદેશી રોકાણના નિયમોની વિરુદ્ધમાં હતા. જેમાં બિઝનેસ ટુ કન્ઝ્યુમર ઇ-કોમર્સમાં આવા રોકાણ પર પ્રતિબંધ છે. પહેલી ફેબ્રુઆરી ૨૦૧૯ના દિવસથી નવા નિયમો અમલી બની ગયો હતા. જોકે બિઝનેસ ટુ બિઝનેસ ઇ-કોમર્સમાં સરકારે ૧૦૦ ટકા એફડીઆઇને મંજુરી આપી દીધી છે. ઇ-કોમર્સ નીતિમાં ફેરફાર માટેની માહિતી આપવામાં આવ્યા બાદથી આર્થિક નિષ્ણાંતોમાં આને લઇને ભારે ચર્ચા જો વા મળી રહી છે.
સરકાર હાલમાં એક નવી અને અલગ ઇ કોમર્સ નીતિ પર પણ કામ કરી રહી છે. ભાગદોડની લાઇફમાં ઇ-કોમર્સ માર્કેટની બોલબાલા વધી રહી છે. કંપનીઓ હાલમાં જુદી જુદી બાબતોને લઇને લાલચ પણ આપી હતી. કંપનીઓ ગ્રાહકોને આકર્ષિત કરવા માટે વિવિધ પગલા લઇ રહી છે. ગ્રાહકો પણ તેમની યોજના તરફ આકર્ષિત થઇ રહ્યા છે. ભારતમાં ઇ-કોમર્સ માર્કેટનુ કદ ધીમી ધીમે વધી રહ્યુ છે. સાથે સાથે નાના વેપારીઓની હાલત કફોડી બની રહી છે. કારણ કે ખરીદી ઘરે બેઠા કરવામાં આવી રહી છે.