ભારતના જુદા જુદા રાજ્યોમાં પોલીસ તંત્ર કોઇને કોઇ સમસ્યાથી ગ્રસ્ત છે. કોઇ જગ્યાએ સંખ્યાબળ પ્રમાણમાં ઓછુ છે તો કોઇ જગ્યાએ કોઇ પોલીસ કર્મચારી પોતે જ અપરાધીને સજા આપવા માટે ઇચ્છુક છે. આ પ્રકારના પોલીસ કર્મચારીઓ અપરાધીને પોતે જ સજા આપવાની માનસિકતામાં ઘેરાયેલા છે. જે રાજ્યોમાં ગરીબી વધારે છે ત્યાંના પોલીસ કર્મચારીઓને અને પોલીસ તંત્રને કમજાર તરીકે ગણવામાં આવે છે. મહિલાઓની સાથે પક્ષપાતની સ્થિતી રહેલી છે. એંકદરે સંશાધનોની અછતના કારણે ભારતના મોટા ભાગના રાજ્યોના પોલીસ કર્મચારીઓની ક્ષમતા સામે પ્રશ્નો ઉભા કરે છે. તેમની કાર્યક્ષમતાને માઠી અસર થાય છે. વિચારધારામાં ફેરફાર ન કરવાના કારણે પોલીસના વલણ પર આજે પણ અનેક પ્રકારના પ્રશ્નો ઉઠતા રહે છે. જે રીતે એક બે દશક પહેલા સ્થિતી હતી તેવી જ સ્થિતી પોલીસની આજે પણ રહેલી છે. ભારતના પોલીસની છાપ પુરતી સંખ્યા ન હોવાના કારણે ખરાબ થયેલી છે. જરૂરી સંશાધનો પણ પોલીસ પાસે દેખાતા નથી.
બજેટની પણ કમી રહેલી છે. પોલીસની છાપ આ તમામ કારઁણોસર વારંવાર ખરાબ થાય છે. હવે પોતાના પુર્વગ્રહની પહેલી હલ કરવામાં પણ તકલીફ ઉભી થાય છે. આવી રીતે ભારતીય પોલીસને લઇને બનેલી ધારણા હાલના એક અભ્યાસથી બદલાઇ નથી. જા કે પોલીસની છાપ હજુ પણ ખરાબ જ રહી છે. મધ્યપ્રદેશ સહિત દેશના મોટા ભાગના રાજ્યોમાં પોલીસ કામના બોજ હેઠળ દબાયેલા છે. મધ્યપ્રદેશની વાત કરવામાં આવે તો પ્રદેશમાં ૬૭ ટકા પોલીસ કર્મચારીઓ માને છે કે વધારે કામના બોજના કારણે તેમના શાનદાર દેખાવ પર માઠી અસર થઇ રહી છે. જ્યારે ૭૯ ટકા દ્વારા સ્વીકાર કરવામાં આવે છે કે તે પોલીસ ફરજના કારણે પોતાના પરિવારને પણ સમય આપી શકતા નથી. ૫૯ ટકા પોલીસ કર્મચારીઓ એવી વાત પણ સ્વીકારે છે કે કામના બોજના કારણે તેમના શારરિક અને માનસિક સ્વાસ્થ્ય પર માઠી અસર થઇ રહી છે.
પ્રદેશની ૩૩ ટકા મહિલાઓ સ્વીકાર કરે છે કે તેમની સાથે આજે પણ પક્ષપાત થાય છે. પ્રદેશમાં ૩૩ ટકા મહિલા પોલીસ કર્મચારીઓ અને ૩૬ ટકા પુરૂષ પોલીસ કર્મચારીઓ પોતાના કામથી પરેશાન થઇને આખરે પ્રોફેશન બદલી રહ્યા છે. પોલીસ બળ, પોલીસ સંશાધન અને બજેટની ઉપલબ્ધતાના મામલે મધ્યપ્રદેશને દેશમાં નવમા નંબર પર ગણવામાં આવે છે. મધ્યપ્રપદેશની જેમ જ છત્તિસગઢની છાપ પણ ખુબ ખરાબ થઇ ગઇ છે. કાયદો અને વ્યવસ્થા, માનવ અધિકાર અને પોલીસ કેસના પેન્ડિંગ મામલાના આધાર પર ગણવામાં આવે તો રાજ્યના પોલીસ તંત્ર એક કમજાર તંત્રમાં ફેરવાઇ ગયા છે. સંશાધનોની ભારે કમી જોવા મળી રહી છે. સ્ટાફની સંખ્યા પણ ખુબ ઓછી છે. પોલીસ કર્મચારીઓ સંખ્યામાં ઓછા અને કામ વધારે હોવાના કારણે તેમની હાલત ખરાબ થઇ ગઇ છે. ૧૦ ટકા કરતા પણ ઓછા પ્રમાણમાં મહિલા સ્ટાફ છે. રાજ્યમાં કુલ ૭૫ હજાર પોલીસ કર્મચારીઓ છે. તેમાં મહિલા સ્ટાફની સંખ્યા ૫૨૦૦ જેટલી નોંધાયેલી છે. એટલે કે મહિલા સ્ટાફની સંખ્યા ૧૦ ટકા કરતા પણ ઓછી છે.
પોલીસના કુલ મંજુર બળની સંખ્યા ૭૫૦૦૦ છે. કુલ પોલીસ બળ ૭૦૦૦૦ છે. પોલીસ સ્ટેશનોની સંખ્યા ૪૩૫, આઇપીએસની સંખ્યા ૯૭, પ્રતિ વ્યક્તિ પોલીસ ૩૨૧ અને પોલીસ સ્ટેશનમાં રિજસ્ટાર્ડ મામલા ૩૫૦૦૦ જેટલા છે. આશરે ૨૮૦૦૦ કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે. જ્યારે ૭૦૦૦ કેસમાં તપાસ ચાલી રહી છે. આ સ્થિતી દેશના મોટા ભાગના રાજ્યોમાં રહેલી છે. ભારતની પોલીસમાં મતભેદોની વ્યાપક સ્થિતી રહેલી છે. ઉત્તરપ્રદેશ, બિહાર અને છત્તિસગઢદેશના સૌથી કમજોર પોલીસ બળ ધરાવનાર રાજ્યો પૈકી એક તરીકે છે. ફેબ્રુઆરીથી એપ્રિલ સુધી ૨૧ રાજ્યોમાં ૧૨ હજાર પોલીસ કર્મચારીઓને આવરી લઇને કરવામાં આવેલા સર્વેમાં અનેક ચોંકાવનારી માહિતી સપાટી પર આવી છે. સરકારોને પોલીસ ફોર્સ પર વધારે ધ્યાન કેન્દ્રિત કરીને તેમની સમસ્યાને સૌથી પહેલા પ્રાથમિકતા આપવામાં આવે તે જરૂરી છે.
ખાસ કરીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતીને જાળવવામાં ચાવીરૂપ ભૂમિકા અદા કરનાર પોલીસ ફોર્સના જરૂરી સંશાધન, તેમની પુરતી સંખ્યા અને અન્ય બાબતોને લઇને કોઇ તકલીફ ન પડે તે અતિ જરૂરી છે. તેમના કામના બોજને પણ પુરતી સંખ્યામાં કર્મચારીઓ રાખીને ઘટાડી શકાય છે.