તુનિષા શર્મા મોત કેસમાં હવે લવ જેહાદના એંગલને લઇને પોલીસે મોટુ નિવેદન આપ્યું

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

બોલીવુડ એક્ટ્રેસ તુનિષા શર્માની આત્મહત્યાના મામલે લવ જેહાદનો મામલો છેડવામાં આવ્યો છે. આ મામલે અલી બાબા સીરિયલે એક્ટર શીજાન ખાનની ધરપકડ કરી લીધી છે. હવે આ કેસમાં લવ જેહાદના એંગલને લઇને પોલીસે મોટુ નિવેદન આપ્યું છે. પોલીસે જણાવ્યું કે ૧૫ દિવસ પહેલા જ બ્રેકઅપ થઇ ગયુ હતુ. તેના પગલે તુનિષા શર્મા ઘણા સ્ટ્રેસ અને ટેંશનમાં હતી. તેવામાં હવે આ મામલે લવ જેહાદ વાળા એંગલને નકારી કાઢ્યો છે અને જણાવ્યું કે બંનેનું ઘણા સમય પહેલા જ બ્રેકઅપ થઇ ચુક્યુ છે. આ કેસને લઇને મુંબઇ પોલીસના ACP ચંદ્રકાંત જાધવે કહ્યું, પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને અત્યાર સુધીની તપાસ અનુસાર તુનિષાનું મોત, બ્રેકઅપના કારણે લાગેલો આઘાત સહન ન કરી શકવાના કારણે થયું છે. અત્યાર સુધી તિનિષાને બ્લેકમેલ કરવા અંગેનો કોઇ એંગલ સામે નથી આવ્યો. જણાવી દઇએ કે તુનિષાએ, ‘અલીબાબાઃ દાસ્તાન-એ-કાબુલ’ના સેટ પર, શીજાનના મેકઅપ રૂમમાં સુસાઇડ કર્યુ છે.

તુનિષાની માતાએ FIR કરતાં એક્ટ્રેસના એક્સ-બોયફ્રેન્ડ શીજાન ખાનની ધરપકડ કરવામાં આવી છે. એસીપી ચંદ્રકાંત જાધવે જણાવ્યું કે અમે કોર્ટ પાસે સાત દિવસની કસ્ટડીની માગ કરી હતી પરંતુ ૪ દિવસની કસ્ટડી મળી.

શીજાનને પોલીસે આઇપીસી ૩૦૬ અંતર્ગત અરેસ્ટ કર્યો છે. તેનો મોબાઇલ પણ જપ્ત કરી લીધો છે અને આગળની તપાસ માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. મુંબઇ પોલીસે જણાવ્યું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સ્પષ્ટ રૂપે તુનિષાના મોત, ફાંસી પર લટકવાના કારણે થયું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. તમામ અફવાઓને હવા ગણાવતા એસીપીએ કહ્યું કે તુનિષા પ્રેગનેન્ટ ન હતી. તે સુસાઇડ જ હતુ. પોલીસે કહ્યું કે હાલની તપાસ અનુસાર બ્રેકઅપના કારણે જ તુનિષાએ સુસાઇડ કર્યુ છે. તેવામાં આ મામલે તુનિષાએ તેની માતાને જણાવ્યું હતું કે શીજાને બ્રેકઅપ કરી લીધું છે અને તે મારી સાથે વાત નથી કરી રહી. એક્ટ્રેસ આ વાતથી ટેન્શનમાં હતી. પોલીસે કહ્યું કે બાકીની તપાસ ચાલી રહી છે. તેવામાં લવ જેહાદના એંગલને પોલીસે નકારી કાઢ્યો છે અને ફક્ત બ્રેકઅપના એંગલથી તપાસ હાથ ધરવામાં આવી છે.

Share This Article