નવીદિલ્હી : પાકિસ્તાન દ્વારા વિંગ કમાન્ડર અભિનંદનને મુક્ત કરવાની જાહેરાત કરવામાં આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પોતાની પ્રતિક્રિયા આપી હતી. નેશનલ સાયન્સ ડે ઉપર વિજ્ઞાન ભવનમાં આયોજિત કાર્યક્રમમાં નરેન્દ્ર મોદીએ ઇશારામાં અભિનંદનની ચર્ચા કરી હતી. મોદીએ કહ્યું હતું કે, અહીં આવેલા લોકો લેબમાં લાઇફ ગુજારનાર લોકો છે. અહીં આવેલા લોકો પણ પહેલા પાયલોટ પ્રોજેક્ટ કરવા માટે ટેવાયેલા છે. પાયલોટ પ્રોજેક્ટ થયા બાદ સ્કેલેબલ કરવામાં આવે છે. વડાપ્રધાને કહ્યું હતું કે, હાલમાં એક પાયલોટ પ્રોજેક્ટ થઇ ગયો છે.
વિજ્ઞાન ભવનમાં ઉપસ્થિત લોકોએ મોદીનો ઇશારો સમજ્યો હતો અને તાળીઓ વાગવા લાગી હતી. આ ગાળા દરમિયાન મોદી થોડાક રોકાયા હતા અને ત્યારબાદ કહ્યું હતું કે, હજુ રિયલ કરવાનું બાકી છે. પહેલા તો પ્રેક્ટિસ હતી. શાંતિ સ્વરુપ ભટનાગર એવોર્ડ કાર્યક્રમમાં મોદીએ કહ્યું હતું કે, વિજ્ઞાન સાથે જાડાયેલી સંસ્થાઓને ભવિષ્યની જરૂરિયાતો મુજબ પોતાની તૈયારી કરવી પડશે. અમને પોતાનીમૌલિક શક્તિને જાળવી રાખવા માટે કામ કરવું પડશે. મૌલિક શક્તિને જાળવી રાખીને ભવિષ્યમાં સમાજ અને અર્થવ્યવસ્થાની દ્રષ્ટિએ આગળ વધવાની જરૂર છે. તેમણે કહ્યું હતું કે, જ્યારે ઇચ્છા શક્તિ મજબૂત હોય છે ત્યારે તમામ કામ શક્ય છે. ઇચ્છા શક્તિ મજબૂત હોય ત્યારે મર્યાિદત સંશાધનોથી પણ પુરતા પરિણામ મેળવી શકાય છે. અંતરિક્ષ કાર્યક્રમ આના દાખલા તરીકે છે.
વિંગ કમાન્ડર અભિનંદનને આવતીકાલે મુક્ત કરવાની પાકિસ્તાને જાહેરાત કર્યા બાદ મોદીએ ઇશારામાં આ અંગેની વાત કરી હતી. ટુંકાગાળાની અંદર પાકિસ્તાન ઉપર તીવ્ર દબાણ લાવીને વિંગ કમાન્ડરને છોડાવી લેવામાં ભારતને સફળતા મળી રહી છે જે ખુબ મોટી સિદ્ધિ તરીકે છે.