છેલ્લાં ૨૦ વર્ષથી ભારતીય પિક-અપ સેગમેન્ટમાં લીડર મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડે આજે એનું લોકપ્રિય કોમર્શિયલ વ્હિકલ બોલેરો પિક-અપની રેન્જને અપગ્રેડ કરીને નવું મહા સ્ટ્રોંગ, મહા બોલેરો પિક-અપ પ્રસ્તુત કર્યું હતું. વધારે આવક માટેની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને મહા બોલેરો પિક-અપને ક્લાસમાં સૌથી વધુ ૧,૭૦૦ કિલોગ્રામ પેલોડની ક્ષમતા ધરાવતું વ્હીકલ લોન્ચ કર્યું હતું, જે દેશભરમાં સૌપ્રથમ અને અનોખી ખૂબીઓથી સજ્જ છે એમ અત્રે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડનાં ઓટોમોટિવ ડિવિઝનનાં સેલ્સ એન્ડ માર્કેટિંગનાં ચીફ વીજય નાકરાએ જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે,મહા સ્ટ્રોંગ, મહા બોલેરો પિક-અપ કેટેગરીમાં શ્રેષ્ઠ ઇન્ડિયા કા નંબર ૧ પિકઅપ કા વાદા સ્કીમ સાથે આવે છે, જે બે વર્ષનું ફ્રી મેઇન્ટેનન્સ અને ચાર વર્ષ પછી રૂ. ચાર લાખની બાયબેક ગેરેન્ટી આપે છે. મહિન્દ્રા પિક-અપ સેગમેન્ટમાં વિવિધ સૌપ્રથમ ખાસિયતો માટે જાણીતી છે, એ પછી સૌ પ્રથમ ફ્લેટ-બેડ કાર્ગો પિકઅપ હોય, સૌપ્રથમ ડબલ કેબિન પિકઅપ હોય, સૌપ્રથમ એસી પિકઅપ હોય, સૌપ્રથમ સીએનજી પિકઅપ હોય કે પછી સૌપ્રથમ માઇક્રો હાઇબ્રિડ પિક અપ હોય.મહા બોલેરો પિક-અપની નવી રેન્જ પહોળી કો-ડ્રાઇવર સીટ સાથે સંપૂર્ણપણે નવું ઇન્ટેરિઅર અને બેસવાની વધારે અનુકૂળતા ધરાવે છે. પોતાનાં મહા નામ પર ખરું ઉતરતું નવું બોલેરો પિક-અપ વધારે લાંબી કાર્ગો ડેક સાથે આવે છે, જેની લંબાઈ કેટેગરીમાં સૌથી વધુ ૯ ફીટ (૨૭૬૫એમએમ) છે, જે ૧,૭૦૦ કિલોગ્રામની સૌથી વધુ પેલોડ વહન ક્ષમતામાં પૂરક છે. ડબલ બેરિંગ એક્સલ સાથે મહા બોલેરો પિક-અપ મજબૂત ૯-લીફ સસ્પેન્શન અને ૧૫ ઇંચ પહોળું, તેનાં ૧૨ પીઆર ટાયર લોડ વહન કરવાની ક્ષમતાને સપોર્ટ કરે છે. ટિ્વન ટેન્ડમ બૂસ્ટર એસએસપીવી બ્રેક તથા મજબૂત બોડી અને ચેસિસ સાથે આ ઉપભોક્તાઓને ઊંચી સલામતી આપે છે.
આ તમામ પાસાં એને નેશનલ પરમિટ સાથે દેશભરમાં હેવી લોડનું વહન કરવા અનુકૂળ બનાવે છે. વિવિધ બોડી સ્ટાઇલ, કાર્ગો બોક્ષની લંબાઈ તથા ૧,૩૦૦ કિલોગ્રામ, ૧,૫૦૦ કિલોગ્રામ અને ૧,૭૦૦ કિલોગ્રામની વિવિધ પેલોડ ક્ષમતા ધરાવતી મહા સ્ટ્રોંગ, મહા બોલેરો પિક-અપ રેન્જ ગ્રાહકનાં વિવિધ સેગમેન્ટ અને તેમની જરૂરિયાતો માટે અનુકૂળ છે. મહા સ્ટ્રોંગ, મહા બોલેરો પિક-અપ ફ્લેટ-બેડ તહેવારની સિઝન માટે અતિ સ્પેશ્યલ પ્રારંભિક કિંમત રૂ. ૬.૬૬ લાખ (એક્સ-શોરૂમ અમદાવાદ) સાથે લોંચ કરવામાં આવી છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડનાં ઓટોમોટિવ ડિવિઝનનાં સેલ્સ એન્ડ માર્કેટિંગનાં ચીફ વીજય નાકરાએ વધુમાં ઉમેર્યું કે, મહા સ્ટ્રોંગ, મહા બોલેરો પિક-અપ એની કેટેગરીમાં શ્રેષ્ઠ ૧,૭૦૦ કિલોગ્રામનું પેલોડ અને ૯ ફીટ (૨૭૬૫ એમએમ)ની લંબાઈ ધરાવતા કાર્ગો બોક્ષ સાથે અભૂતપૂર્વ આવક કરવાની તક પ્રદાન કરે છે.
આ મહા બોલેરો પિક-અપ મહિન્દ્રાની મજબૂતી અને ખડતલતાની મુખ્ય ખાસિયતોને વધારશે, જે મેઇન્ટેનન્સનાં ઓછા ખર્ચ સાથે આવકની ઊંચી સંભવિતતા માટે સક્ષમ બનાવે છે અને બ્રાન્ડને આગામી સ્તરે લઈ જશે. એનાથી ગ્રાહકની આવકમાં વધારો થાય છે અને માનસિક શાંતિ પાછી મળે છે. પિક-અપ સેગમેન્ટમાં ૬૨ ટકા બજારહિસ્સા (સપ્ટેમ્બર, ૨૦૧૮ સુધી) મહિન્દ્રાએ ગ્રાહકો સાથે વિશ્વાસને આધારે ગાઢ સંબંધનું નિર્માણ કર્યું છે. આ સંબંધ ઉત્પાદનોની ગુણવત્તા, તેની ખડતલતા, આવકની સંભવિતતા, મેઇન્ટેનન્સનો ઓછો ખર્ચ અને સૌથી વધુ બ્રાન્ડ મહિન્દ્રાનાં ભરોસા પર નિર્મિત છે, જેની કેટેગરીમાં રિસેલ વેલ્યુ સૌથી વધારે છે. અત્યારે મહિન્દ્રા પિક-અપ્સ કેટેગરીમાં સૌથી વધુ વિસ્તૃત પોર્ટફોલિયો ધરાવે છે, જે કાર્ગો પરિવહનની વિવિધ જરૂરિયાતો પૂરી પાડે છે અને બોલેરો-પિક-અપની ફ્લેગશિપ રેન્જ ૧૦ લાખથી વધારે ખુશ ગ્રાહકો ધરાવે છે.