નવી દિલ્હી : સીબીઆઇના વચગાળાના નિર્દેશક એમ નાગેશ્વર રાવને નિર્દેશક બનાવવામાં આવ્યા બાદ આની સામે અરજી દાખલ કરવામાં આવી છે. આ મામલે સુપ્રીમ કોર્ટમાં આગામી સપ્તાહમાં સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં સીબીઆઇમાં થનાર નિમણૂંકમાં પારદર્શકતા લાવવા માટેની માંગ કરવામાં આવી છે.સીબીઆઈના વિવાદ વચ્ચે આલોક વર્માને હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા બાદ વિવાદ હજુ અકબંધ છે.
લોકસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખગડેએ સીબીઆઈના વચગાળાના વડા નાગેશ્વર રાવની નિમણૂંક ગેરકાયદે ગણાવીને ટીકા કરી છે. ખડગેએ વડાપ્રધાનને પત્ર લખીને સીવીસીના રિપોર્ટ, રિટાયર્ડ જસ્ટિસ એકે એન્ટોનીના રિપોર્ટ અને ૧૦મી જાન્યુઆરીના દિવસે યોજાયેલી પસંદગી સમિતિની મિટિંગ અંગેની વિગતો જાહેર કરવાની માંગ કરી છે. ખડગેએ વડાપ્રધાન સમક્ષ નવા સીબીઆઈ વડાની નિમણૂંક માટે તરત જ પસંદગી સમિતિની બેઠક બોલાવવાની રજૂઆત કરી છે.
ખડગેએ પત્ર લખીને વડાપ્રધાન સમક્ષ આ મુજબની વાત કરી છે. ખડગેએ દાવો કર્યો છે કે, આ મામલામાં સરકારના પગલાથી એવી બાબત સાબિત થાય છે કે, સીબીઆઈ એક સ્વતંત્ર નિર્દેશક હેઠળ કામ કરે તેમ તે ઇચ્છતી નથી.છેલ્લા કેટલાક મહિનામાં સીબીઆઇમાં ચાલી રહેલી ખેંચતાણને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવ્યા છે. જા કે વિવાદનો ઉકેલ આવી રહ્યો નથી. રાવની નિમણૂંકના મામલે હજુ વિવાદ શાંત થાય તેવી શક્યતા ઓછી દેખાઇ રહી છે. રાવને લઇને સરકાર તરફથી રજૂઆત થઇ છે.