જો કદાચ તમને કહેવામાં આવે કે તમારા ઘરે જે વ્યક્તિ ઝોમેટોમાંથી ખાવાનું ડિલિવરી કરવા આવી રહ્યો છે, તેની થોડી મહિના પહેલા જ હત્યા થઈ ચુકી છે તો કદાચ તમે વિશ્વાસ ન કરો. જોકે ઝાંસીમાં આવો જ એક મામલો પ્રકાશમાં આવ્યો છે. એક વ્યક્તિની હત્યાનો કેસ ત્રણ મહિના પહેલા જ ફતેહપુર કોતાવલીમાં નોંધાયો હતો, તે ઝાંસીમાં ઝોમેટોમાં નોકરી કરતો પકડાઈ ગયો છે. ઝાંસી પોલીસે આ યુવકની ધરપકડ કરી છે.
ઝાંસી પોલીસના જણાવ્યા અનુસાર, ફતેહપુર કોતવાલીનો રહેવાસી જિયા ઉર રહેમાન, પુત્ર ખુલીકુર્રહમાન જેની ઉંમર ૪૬ વર્ષની છે, તેના નિકાહ ૨૦૦૧માં ઉન્નાવ નિવાાસી સૂફિયા ખાતૂન સાથે થયા હતા. બંનેને એક પુત્ર પણ છે.
નિકાહ પછી પતિ પત્નીમાં મતભેદ હતો. થોડા વર્ષો પહેલા સૂફિયા ખાતૂને દહેજ માંગવાના આરોપમાં જિયા ઉર રહેમાનની વિરુદ્ધ કેસ નોંધાવ્યો હતો. વધતા વિવાદથી હેરાન જિયા ઉર રહેમાન દોઢ વર્ષ પહેલા ઘરેથી ભાગી ગયો હતો. અહીંથી તે ઝાંસી ભાગી ગયો અને ત્યાં તેણે ઝોમેટોમાં નોકરી કરવાનું શરૂ કર્યું. સીઓ સિટી રાજેશ રાયે જણાવ્યું કે જિયા ઉર રહેમાનના ગુમ થવાના સમાચારથી તેની માતા હેરાન હતી. તેની માતાએ કોર્ટના માધ્યમથી વહુ અને તેના પરિવારના સભ્યોની વિરુદ્ધ ત્રણ મહિના પહેલા કેસ નોંધવ્યો હતો. પોલીસ મામલાની તપાસ કરી રહી હતી અને જિયાઉર રહેમાનને શોધવામાં લાગી હતી. તેના પરિવારના સભ્યોએ તો તેને મૃત જ માની લીધો હતો. જોકે જિયાના પુત્ર આઝીમે પોલીસને જણાવ્યું કે તે ઝાંસીમાં છે. તે પછી ઝાંસી પોલીસે જિયા ઉર રહેમાનની ધરપકડ કરી. હવે મામલો ફતેપુર કોતવાલીના હવાલે કરી દેવામાં આવ્યો છે. હાલ આ કેસમાં તપાસ ચાલી રહી છે.