દુનિયાના સૌથી લાંબા નખ વાળો વ્યક્તિ કોણ છે?

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

મિડ-ડેની ખબર અનુસાર ભારતના પૂણેમાં રહેતા ૮૨ વર્ષના શ્રીધર ચિલ્લાલ તેમના લાંબા નખને લઇને હંમેશા ચર્ચામાં જ રહે છે. તેમને લાંબા નખને લીધે આખી દુનિયામાં ઓળખાણ મળી છે.

શ્રીધરે ૧૯૫૨થી અત્યાર સુધી નખ કાપ્યા નહોતા. ૮૨ વર્ષના શ્રીધરે હવે ન્યૂયોર્કમાં નખ કપાવી નાંખ્યા છે. હવે ૬૬ વર્ષ બાદ તેમણે ન્યૂયોર્કમાં નખ કપાવ્યા છે. નખ કપાવ્યા બાદ તે નખને એક મ્યૂઝિયમમાં મૂકવામાં આવશે. તે મ્યૂઝિયમનું નામ રિપ્લેસ બિલીવ ઇટ ઓર નોટ છે.

શ્રીધરના નખની લંબાઇ ૯૦૦ સેંટીમિટર છે. ૨૦૧૫માં શ્રીધરને સૌથી લાંબા નખ માટે ગિનીસ બૂક ઓફ વર્લ્ડમાં સામેલ કરવામાં આવ્યા છે. ત્યારબાદ તેમણે તેમના કપાયેલા નખને મ્યૂઝિયમમાં મૂકવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમની આ ઇચ્છાનો અંત આવી ગયો છે. હાલ તેમને અમેરિકા લઇ જવામાં આવ્યા છે. તેમના નખ કાપીને હવે અમેરિકાના જ એક મ્યૂઝિયમમાં મૂકી દેવામાં આવશે. લોકો જોઇને નવાઇ ચોક્કસ પામશે કે કોઇ વ્યક્તિના નખ આટલા લાંબા હોય શકે.

Share This Article