લોકસભા ચૂંટણી માટે મતદાનનો દોર જારી છે. પ્રથમ તબક્કામાં ૧૧મી એપ્રિલના દિવસે મતદાન થઇ ચુક્યુ છે હવે બીજા છ તબક્કાનુ મતદાન બાકી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ પોત પોતાની રીતે એડીચોટીનુ જાર લગાવી દીધુ છે. પોત પોતાની પાર્ટીને જીત અપાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અન્ય પાર્ટીઓ પણ મતદારોને પ્રભાવિત કરવાની કોઇ તક છોડી રહ્યા નથી. દરેક પાર્ટી પોત પોતાની રીતે પાસા ફેંકી રહી છે.
ભાજપ અને કોંગ્રેસ પાર્ટી આ મામલે સૌથી આગળ છે. એકબાજુ નરેન્દ્ર મોદીનુ નામ ભાજપ માટે સૌથી મોટા હથિયાર તરીકે છે. અમિત શાહ કહી ચુક્યા છે કે આજે દુનિયામાં મોદી જેવા બીજા કોઇ મોટા નેતા નથી. મોદીએ પોતે પણ આપને કેવા પ્રકારના સેવકની જરૂર છે તેવો પ્રશ્ન કરીને પોતાને નવેસરથી રજૂ કરવાની તક ઝડપી લીધી છે. મોદીએ રાહુલ ગાંધીના નામનો ઉલ્લેખ કર્યા વગર મતદારોની વચ્ચે પોતાની વાત મજબુતી સાથે રજૂ કરી દીધી છે.
અગાઉની યુપીએ સરકાર દ્વારા તેમને હેરાન પરેશાન કરવાની વાત કરીને મોદીએ ઉલ્લેખ કર્યો છે કે કઇ રીતે અગાઉની સરકારના ગાળા દરમિયાન તેમને હેરાન કરવામાં આવ્યા હતા. પોતાને પિડિત તરીકે રજૂ કરીને મોદીએ કુશળતા સાથે ભાવનાત્મક મુદ્દાને પણ ચૂંટણીમાં રજૂ કરી દીધા છે. મોદીનો ભાવનાત્મક મુદ્દો આ વખતે પણ મતદારોની સમક્ષ રહેનાર છે. ભાજપને લાગે છે કે ખેતી અને ખેડુતના મુદ્દાને વિપક્ષ મોટા મુદ્દા તરીકે રજૂ કરનાર છે. જેથી આ મુદ્દા પર અલગ રીતે એક ઠરાવ રાજનાથ સિંહ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં સાફ શબ્દોમાં કહેવામાં આવ્યુ છે કે સ્વતંત્ર ભારત બાદ કોઇ પણ સરકારે એટલા પગલા ખેડુતો માટે લીધા નથી જેટલા પગલા આ સરકાર દ્વારા ખેડુતોને મજબુત કરવા માટે લેવામાં આવ્યા છે. મોદી કારોબારીમાં આક્રમક અંદાજમાં દેખાયા હતા. તમામ મુદ્દા પર વાત કરી હતી. વડાપ્રધાન નરેનદ્ર મોદી હાલમાં તેમના અસલી અંદાજમાં દેખાઇ રહ્યા છે.
દેશના જુદા જુદા ભાગોમાં પ્રચારની કામગીરીમાં તમામ પાર્ટી લાગેલી છે. કોંગ્રેસ સહિત તમામ વિરોધ પક્ષોની જોરદાર ઝાટકણી કાઢીને મોદી કહી રહ્યા છે કે વિરોધ પક્ષો મજબુર સરકાર માટે ઈચ્છુક છે. જ્યારે દેશ અને કોંગ્રેસ સહિત તમામ વિરોધ પક્ષોની જોરદાર ઝાટકણી કાઢી હતી. મોદીએ કહ્યું હતું કે વિરોધ પક્ષો મજબુર સરકાર માટે ઈચ્છુક છે. રાષ્ટ્વાદનો મુદ્દો મોદી જોરદાર રીતે રજૂ કરી રહ્યા છે. બીજી બાજુ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી દેશના જુદા જુદા ભાગોમાં પ્રચાર દરમિયાન ખેડુતોની લોન માફીની વાત કરી રહ્યા છે. આવી સ્થિતીમાં પાર્ટીઓ મતદારોને પ્રભાવિત કરવાના પ્રયાસ કરી રહી છે. લોકસભાની ચૂંટણી જાહેર કરવામાં આવ્યા બાદ મોટી પાર્ટીઓ તેમના સંકલ્પ પત્ર પણ જાહેર કરીને તેમની ભાવિ યોજનાની વાત કરી ચુકી છે. કોંગ્રેસે એકબાજુ સૌથી ગરીબ લોકોને ૭૨ હજાર રૂપિયા આપવાની જાહેરાત કરીને મોટો દાવ રમ્યો છે. જ્યારે ભાજપે રાષ્ટ્વાદના મુદ્દા પર એક મજબુત સરકાર લાવવા માટે દાવ રમ્યો છે.