અમદાવાદના સૌથી ‘મોસ્ટ પ્રીમિયમ ગરબા નાઈટ’ તરીકે ઓળખાતા ‘બસેરાના ગરબા’ આયોજકો ગુજરાતનાં ખેલૈયાઓને ગરબા ઘુમાવવા સજ્જ

Rudra
By Rudra 2 Min Read

નવરાત્રીને હવે મહિનાથી પણ ઓછો સમય બાકી રહ્યો છે ત્યારે ખેલૈયાઓમાં અત્યારથી જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નવરાત્રી એ સમગ્ર ગુજરાતના લોકો માટે આસ્થાના મહાન પર્વ સમાન છે. આ મહા પર્વને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં મોટાભાગના તમામ આયોજકોએ નવરાત્રીની તૈયારીઓ તેજ કરી દીધી છે. અમદાવાદમાં બ્રિજ ઇવેન્ટ્સ દ્વારા અમદાવાદના સૌથી ‘ મોસ્ટ પ્રીમિયમ ગરબા નાઈટ’ તરીકે ઓળખાતા ‘બસેરાના ગરબા’નું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે આ સમગ્ર આયોજન અક્ષય એડવર્ટાઈઝિંગ દ્વારા ક્યુરેટ કરવામાં આવ્યું છે.

અમદાવાદના ‘ મોસ્ટ પ્રીમિયમ ગરબા નાઈટ – બસેરા’ના ગરબાનું આયોજન ૨૨ સપ્ટેમ્બરથી ૧ ઓક્ટોબર ૨૦૨૫ સુધી અમદાવાદના બોપલ- આંબલી રીંગ રોડ પર આવેલા બસેરા ફાર્મ ખાતે કરવામાં આવ્યું છે. આ અંગે આયોજકોનું કહેવું છે કે, આપણે સૌ જાણીએ છીએ કે અમદાવાદ ગરબાને લઈને કેટલા ઉત્સાહિત હોય છે.

અમદાવાદીઓના ગરબાના ઉત્સાહ અને જુસ્સાને પૂર્ણ કરવા મોસ્ટ પ્રીમિયમ ગરબા નાઈટ’ તરીકે ઓળખાતા ‘બસેરાના ગરબા’નું આયોજન કર્યું છે. અહીં ટ્રેડીશનલ ફોક સિંગર અને સોફ્ટ મ્યુઝિક સિંગરના તાલ પર સૌ અમદાવાદીઓ ગરબા ઝૂમશે. આ સમગ્ર આયોજન દરમિયાન અત્યંત આધુનિક સિસ્ટમ એવી ઇલેક્ટ્રીફાઇડ સાઉન્ડ સિસ્ટમથી પણ સજ્જ છે. અહીં શ્રેષ્ઠ ઇન્સ્ટ્રુમેન્ટ પ્લેયરની ટીમ પણ જોવા મળશે. આમ આ વર્ષના ગરબાને અમે શહેરના આઇકોનિક ગરબા બનાવવા માટે ૧૦૦ ટકા કટિબદ્ધ છીએ.

આ ‘મોસ્ટ પ્રીમિયમ ગરબા નાઈટ – બસેરા’માં દસ દિવસ દરમિયાન અમદાવાદ અને ગુજરાતના જાણીતા સિંગર તેમના તાલ પર અમદાવાદીઓને ગરબા ઝૂમવશે.

આ કલાકારોમાં પ્રથમ દિવસે કૌશિક ભરવાડ, બીજા દિવસે ધરતી સોલંકી, ત્રીજા દિવસે મેહુલ વિસનગર, ચોથા દિવસે કાજલ ડોડિયા, પાંચમા દિવસે ગોપાલ ભરવાડ, છઠ્ઠા દિવસે માધુરી બારોટ, સાતમા દિવસે જાગૃતિ ચૌધરી, આઠમા દિવસે રૂપલ ડાભી, નવમા દિવસે જયકર ભોજક/ ભૈરવી ભોજક તેમજ દસમા દિવસે જે ડી પ્રજાપતિ જેવા કલાકારો ગુજરાતનાં ખેલૈયાઓને ગરબા ઘુમવશે.

આ વખતે નવરાત્રીમાં આયોજકો દ્વારા AI કેમેરા, CCTV, ફાયર સેફટી સહિતની ગાઈડલાઈન સાથે ગરબાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. નવરાત્રીમાં પાર્ટી પ્લોટ સહિતના જાહેર ગરબામાં પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. તેમજ પાર્કિંગ, ટ્રાફિક સહિતની વિશેષ વ્યવસ્થા સાથે આયોજકોની ગરબાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ સાથે ફોર વ્હીલર્સ અને ટુ વ્હીલર્સ માટે વિશાળ પાર્કિંગની જગ્યા પણ કરવામાં આવી છે.

Share This Article