જમ્મુ કાશ્મીરમાં ભારતીય સેના અને સુરક્ષા દળો જીવ સટોસટનો જંગ ખેલીને ત્રાસવાદીઓનો ખાત્મો કરી રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સેનાના ઓપરેશન ઓલઆઉટના કારણે તમામ મોટા ત્રાસવાદીઓન સફાયો થયો છે. હજુ પણ દરરોજ ત્રાસવાદીઓ સામે ઓપરેશન ચાલી રહ્યા છે. જા કે છેલ્લા કેટલાક મહિનાથી એક બાબતની તમામે નોંધ લીધી છે કે જ્યારે કોઇ ઓપરેશન ત્રાસવાદીઓ સામે હાથ ધરવામાં આવે છે અને ત્રાસવાદીઓનો ખાતમો કરવામાં આવે છે ત્યારે સ્થાનિક લકો વિરોધ પ્રદર્શન કરવા માટે મેદાનમાં આવી જાય છે.સાથે સાથે સેનાના અને સુરક્ષા દળોના ઓપરેશનને રોકવા માટેના પ્રયાસ કરવામા આવે છે.
આવી સ્થિતી ચિંતા ઉપજાવે છે. સ્થાનિક લોકો દ્વારા ત્રાસવાદીઓને સમર્થન અને સેનાના ઓપરેશનને રોકવાના પ્રયાસની ગંભીર નોંધ લઇનને આવા કટ્ટરપંથીઓ સામે પગલા લેવામાં આવે તે જરૂરી છે. બીજી બાજુ રિપોર્ટ કહે છે કે વર્ષ ૨૦૧૬ની તુલનામાં વર્ષ ૨૦૧૭માં એટલે કે ગયા વર્ષે ત્યાં સુરક્ષા દળોની કાર્યવાહીમાં માર્યા ગયેલા લોકોની સંખ્યા સીધી રીતે ૧૬૬.૬૬ ટકા સુધી વધી ગઇ હતી. જા કે વર્ષ ૨૦૧૮માં આમાં ઘટાડો થયો હતો. આ લોકો ત્રાસવાદીઓ ન હતા. આ તમામ લોકોની સુરક્ષાની જવાબદારી સંપૂર્ણ પણે ભારત સરકારની હતી. કેન્દ્રિય ગૃહ મંત્રાલય દ્વારા એમ પણ કહેવામાં આવ્યુ છે કે વર્ષ ૧૯૯૦થી લઇને વર્ષ ૨૦૦૭ સુધી ત્રાસવાદ અથવા તો તેનો સામનો કરવા માટે થયેલી હિંસામાં જારદાર વધારો થયો છે. આ ઘટનામાં ૧૩,૯૭૬ સામાન્ય નાગરિકોના મોત થયા હતા. સાથે સાથે ૫૧૨૩ સુરક્ષા જવાનો પણ શહીદ થયા હતા. વર્ષ ૨૦૧૭ને નાગરિકોની મોતના કારણે ખુબ દુખદ વર્ષ તરીકે કહી શકાય છે. એ વર્ષે જમ્મુ કાશ્મીરામાં ૩૪૨ હિંસક બનાવો બન્યા હતા. જેમાં ૮૦ સુરક્ષા જવાનો, ૪૦ નાગર્કો અને ૨૧૩ ત્રાસવાદીઓના મોત થયા હતા. આ પહેલા વર્ષ ૨૦૧૬માં આવી ૩૨૨ ઘટના બની હતી. જેમાં ૮૨ સુરક્ષા જવાનો માર્યા ગયા હતા. ૧૫ સામાન્ય લોકોના મોત થયા હતા. અને ૧૫૦ ત્રાસવાદીઓને મોતને ઘાત ઉતારી દેવામાં આવ્યા હતા.
વર્ષ ૨૦૧૮માં પણ ત્રાસવાદીઓનો ખાતમો કરવાનો સિલસિલો જારી રહ્યો હતો. જા કે સેનાને સ્થાનિક લોકોનો પૂર્ણ સહકાર ન મળવાની બાબત પણ ચિંતાજનક છે. સુરક્ષા દળો કહે છે કે નાગરિકોને ક્યારેય અથડામણ વચ્ચે આવીને પ્રાણોને જાખમમાં મુકવા જાઇએ નહી. તેમનુ એમ કહેવુ એક રીતે યોગ્ય પણ છે. કારણ કે હથિયારો સાથે માનવતાની આશા કરી શકાય નહી. પરંતુ દેશની સુરક્ષા માટે તેનો ઉપયોગ કરનાર લોકો પાસેથી દેશના નાગરિકોનુ સુરક્ષા માટેની આશા તો ચોક્કસપણે રાખી શકાય છે. ખાસ રીતે અને ધ્યાનથી જાવામાં આવે તો આ જવાબદારી સુરક્ષા દળો કરતા ખુબ વધારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની છે. રાજકીય પક્ષો, સરકારો અને કેન્દ્ર સરકાર ખીણના નાગરિકોને અલગતાવાદીઓથી દુર રહેવા માટે જે પ્રયાસ કરી રહી છે તેમાં પુરતી સફળતા મળી રહી નથી. તમામ સ્થાનિક લોકો પરિસ્થિતીને સમજીને સેના અને સુરક્ષા દળોને સહકાર આપે તે જરૂરી છે. આના કારણે રાજ્યમાં શાંતિ સ્થાપિત કરવામાં મદદ મળશે.