પુલવામાના હુમલા મામલામાં એનઆઈએ દ્વારા તપાસ થશે

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરમાં પુલવામા જિલ્લામાં સીઆરપીએફના કાફલા પર હુમલો કરવામાં આવ્યા બાદ હુમલાની તપાસ માટે એનઆઈએની ટીમ આવતીકાલે પહોંચશે. આ હુમલા બાદ કેન્દ્ર સરકારે તપાસની જવાબદારી એનઆઈએને સોંપી દઈને આના માટે એક મોટી ટીમની રચના કરી દીધી છે. આ ટીમમાં ફોરેન્સિક નિષ્ણાતો અને આઈજી રેંજના વરિષ્ઠ અધિકારીઓને સામેલ કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારના નિર્દેશ બાદ રાષ્ટ્રીય તપાસ સંસ્થાની એક ટીમ શુક્રવારે સવારે દિલ્હીથી શ્રીનગર રવાના થશે.

આઈજી રેંકના અધિકારી સહિત કુલ ૨૨ સભ્યો આમા સામેલ થશે. આ ટીમમાં ફોરેન્સિક નિષ્ણાતોને પણ લેવામાં આવ્યા છે. અવંતીપોરામાં આતંકવાદી હુમલાની જગ્યા ઉપર પહોંચીને તપાસ કરવામાં આવશે. પુરાવા એકત્રિત કરવામાં આવશે. જમ્મુ કાશ્મીરમાં હુમલા બાદ શ્રીનગરથી દિલ્હી સુધી ઉચ્ચ સ્તરીય બેઠકોનો દોર ચાલી રહ્યો છે.

દિલ્હીમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભાલે પણ બેઠક કરી છે. શુક્રવારે શ્રીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાશે. ૪૨ જવાનોના મોત બાદ દેશભરમાં ખળભળાટ મચી ગયો છે. આ હુમલામાં ૨૦થી વધુ જવાનો હજુ પણ ઘાયલ છે. આ તમામ જવાનો શ્રીનગરની લશ્કરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગૃહમંત્રી રાજનાથસિંહે આજે સાંજ બાદથી અનેક બેઠકો યોજી હતી. સુરક્ષા અધિકારીઓ સાથે મુખ્યરીતે વાતચીત થઇ છે.

Share This Article