મહારાષ્ટ્રમાં શિવસેનાને લઈને ચાલી રહેલો વિવાદ અટકતો જણાતો નથી. શિવસેનામાં વિવાદનો મામલો સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. આ મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રમાં રાજકીય સંકટને લઈને ઉદ્ધવ ઠાકરે અને મુખ્યમંત્રી એકનાથ શિંદે વચ્ચે દાખલ કરવામાં આવેલી અરજીઓની સુનાવણી કરી. દરમિયાન, સુપ્રીમે આ મામલે આગામી તારીખ નક્કી કરી હતી. સુપ્રીમ કોર્ટે ઉદ્ધવ ઠાકરે અને મુખ્યમંત્રી એકનાથ શિંદે વચ્ચે દાખલ અરજીઓની સુનાવણી માટે આગામી તારીખ ૧૩ જાન્યુઆરી, ૨૦૨૩ નક્કી કરી છે.
સુપ્રીમ કોર્ટ ૧૩ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ મહારાષ્ટ્રમાં રાજકીય સંકટને લઈને ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે વચ્ચે દાખલ કરવામાં આવેલી અરજીઓની સુનાવણી કરશે. તમને જણાવી દઈએ કે ૧૦ ઓક્ટોબરે ચૂંટણી પંચે શિવસેનાના ઉદ્ધવ અને શિંદે જૂથને ચૂંટણી ચિન્હની ફાળવણી કરી હતી. ચૂંટણી પંચે ઉદ્ધવ ઠાકરે જૂથને મશાલ પ્રતીક આપ્યું હતું, જ્યારે શિંદે જૂથને ‘બે તલવાર અને ઢાલ’ પ્રતીક મળ્યું હતું. મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના જૂથ શિવસેનાનું નામ ‘શિવસેના-ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે’ રાખવામાં આવ્યું છે, જ્યારે શિંદે જૂથને ‘બાલાસાહેબચી શિવસેના’ નામ આપવામાં આવ્યું છે.