ભારત દેશ અત્યારે વિકાસની શિખરો સર કરી રહ્યું છે ત્યારે પ્રધાનમંત્રી મોદીનું સપનું ઓગસ્ટ ૨૦૨૩ સુધી દેશના ૭૫ શહેરોને વંદે ભારત એક્સપ્રેસ સાથે જોડાવાના છે. વંદે ભારત એક્સપ્રેસમાં લગભગ કલાક સુધી બેસીને મુસાફરો સફર કરે છે એટલા માટે બેસવાની સુવિધાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. ટ્રેનની રિક્લાઇનિંગ સીટને પુશબેકથી સજ્જ કરવામાં આવી છે. આ ઉપરાંત સિક્યોરિટી ફીચર પણ ઉમેરવામાં આવ્યા છે. ઇંટીગ્રલ કોચ ફેક્ટરી, ચેન્નઇમાં ઝડપથી કામ ચાલી રહ્યું છે. અહીંયા ૭૫ વંદે ભારત ટ્રેનોના કોચનું પ્રોડક્શન કરવામાં આવી રહ્યું છે.
નવી ટ્રો જુના મોડલની તુલનામાં વધુ એડવાન્સ હશે. નવા કોચમાં મુસાફરોને આરામદાયક સીટ આપવામાં આવશે. ઇમરજન્સીમાં મુસાફરી દરમિયાન ડ્રાઇવર સાથે વાત કરવાની સુવિધા પણ ટ્રેનમાં આપવામાં આવી છે. આ ઉપરાંત કોચની પેટ્રી કાર પણ પહેલાં કરતાં વધુ એડવાન્સ છે. અહીં ગરમ અને ઠંડા પાણીની સુવિધા છે. આ ઉપરાંત ઘણા ફીચર આ કોચમાં પહેલાં કરતાં એડવાન્સ બનાવે છે. આ કોચનું પ્રોડક્શન ૧૫ ઓગસ્ટ ૨૦૨૩ પહેલાં પુરો કરવાનો ટાર્ગેટ છે. તમને જણાવી દઇએ કે વંદે ભારત, ભારતીય રેલવેની પહેલી સ્વદેશી સેમી હાઇ સ્પીડ ટ્રેન છે અને તેને ઇન-હાઉસ ડિઝાઇન કરવામાં આવી છે. ૧૬ કોચવાળી વંદે ભારત ટ્રેન પર ૧૨૦ કરોડ રૂપિયાના ખર્ચનું અનુમાન છે. ટ્રેનોના નવા વર્જનમાં ટ્રેનો હળવી, ઉર્જા કુશળ હશે અને તેમાં વધુ એડવાન્સ અને યાત્રી સુવિધાઓ હશે.
અત્યારે માત્ર બેસવાની વ્યવસ્થા વાળી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો દોડાવવામાં આવશે. ટ્રેનને હાલના ઇંટરેક્શનમાં રાત્રિની મુસાફરીની સુવિધા માટે એક સ્લીપર કોચ હશે. નવી ટ્રેનોમાં એસી-૧, એસી-૨ અને એસી-૩ કોચ સાથે ૩ ક્લાસ હશે. અત્યારની વંદે ભારત ફક્ત સિટિંગ ફેસેલિટી સાથે આવે છે. દેશની જનતા પહેલી વંદે ભારત ૧૫ ફેબ્રુઆરી ૨૦૧૯ ના રોજ દિલ્હીથી કાનપુર રવાના કરવામાં આવી હતી. એડવાન્સ ટેક્નોલોજી પર તૈયાર થઇ રહેલી વંદે ભારત ટ્રેનના કોચ જોવા માટે ઝી ન્યૂઝના સંવાદદાતા બ્રહ્મ પ્રકાશ દુબે ઇંટીગ્રલ કોચ ફેક્ટરી, ચેન્નઇ પહોંચ્યા. અહીં આઇસીએફના કોચ ફેક્ટરીના સીનિયર એન્જીનિયર સંજય અને ભારત સાથે વાત કરીને વંદેભારત ટ્રેનના કોચ વિશે જાણકારી પ્રાપ્ત કરી. તેમણે જણાવ્યું કે આગામે વર્ષે વંદે ભારત ટ્રેનો વડે ૭૫ શહેરોને જોડવાની યોજના છે. તેના માટે આઇસીએફ, ચેન્નઇમાંન ઝડપથી કામ ચાલી રહ્યું છે. તેમણે જણાવ્યું કે ફેક્ટરીમાં દર વર્ષે લગભગ ૪ હજાર રેલવે કોચનું નિર્માણ કરવામાં આવે છે.
વંદે ભારત ટ્રેનના કોચની મેક્સિમમ સ્પીડ ૧૬૦ કિમી પ્રતિ કલાક છે. આઇસીએફના એન્જીનિયર સંજયે જણાવ્યું હતું કે ટ્રેનના નવા કોચ પહેલાંના મુકાબલે વધુ હાઇટેક ટેક્નોલોજી સાથે આવશે.