કોરોનાના નવા JN.1 વેરિઅન્ટને WHOએ ’વેરિઅન્ટ ઓફ ઇન્ટરેસ્ટ’ હોવાનું જણાવ્યુ
ભારતમાં કોરોના વાયરસે ફરી માથું ઉંચકતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઇ છે . દેશમાં સતત વધી રહેલા કોરોનાના કેસ અને કેરળમાં નોંધાયેલા JN.1 વેરિઅન્ટના પ્રથમ કેસ બાદ કેન્દ્ર સરકાર એલર્ટ થઇ ગઇ છે . કેન્દ્ર સરકારે ફરી એક વખત રાજ્યો માટે એડવાઇઝરી જાહેર કરીને તમામ રાજ્યોને કોવિડની સ્થિતિ પર સતત દેખરેખ રાખવાનો આદેશ આપ્યો છે. જાે કે સૌના મનમાં સવાલ થઇ રહ્યો છે કે શું કોરોનાનો સબ-વેરિયન્ટ JN.1 જીવલેણ છે. દેશમાં કોવિડ -૧૯ કેસોમાં તાજેતરના વધારા વચ્ચે, દિલ્હીના ડોકટરોએ લોકોને માસ્ક પહેરવા, ભીડથી દૂર રહેવા અને આરોગ્યપ્રદ આહાર લેવાની સલાહ આપી છે. મળતી માહિતી મુજબ, મંગળવારે દેશમાં કોરોના વાયરસના ૨૮૮ નવા કેસ નોંધાયા છે. દર્દીઓની સંખ્યા વધીને ૧,૯૭૦ થઈ ગઈ છે. ભારતમાં ત્નદ્ગ.૧ નો પહેલો કેસ ૮ ડિસેમ્બરે કેરળની એક મહિલા પાસેથી લેવામાં આવેલા નમૂનામાં મળી આવ્યો હતો, જેમાં હળવા લક્ષણો હતા. તમિલનાડુના તિરુચિરાપલ્લી જિલ્લાનો એક પ્રવાસી સિંગાપોરમાં જેએન-૧થી સંક્રમિત જાેવા મળ્યો હતો. દેશમાં કોવિડ -૧૯ કેસોમાં તાજેતરના વધારા વચ્ચે, દિલ્હીના ડોકટરોએ લોકોને માસ્ક પહેરવા, ભીડથી દૂર રહેવા અને આરોગ્યપ્રદ આહાર લેવાની સલાહ આપી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એટલે કે WHOએ મંગળવારે JN.1 કોરોનાવાયરસના સ્ટ્રેનને ‘વેરિઅન્ટ ઓફ ઇન્ટરેસ્ટ’ તરીકે વર્ગીકૃત કર્યો છે. જાે કે તેમાં એમ પણ જણાવવામાં આવ્યુ છે કે વેરિઅન્ટ સ્વાસ્થ્ય માટે ખતરનાક નથી. WHOએ કહ્યું કે ઉપલબ્ધ પુરાવાના આધારે JN.1 થી પબ્લિક હેલ્થ રિસ્કને ઓછું માનવામાં આવે છે.. મંગળવારે ભારતમાં કોરોના વાયરસના ૨૮૮ નવા કેસ નોંધાયા છે. દર્દીઓની સંખ્યા વધીને ૧,૯૭૦ થઈ ગઈ છે. મંગળવારે સવારે ૮ વાગ્યે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા અપડેટ કરવામાં આવેલા આંકડા અનુસાર મૃત્યુઆંક વધીને ૫,૩૩,૩૧૮ થઈ ગયો છે. દેશમાં કોરોના કેસની કુલ સંખ્યા ૪.૫૦ કરોડ એટલે કે ૪,૫૦,૦૫,૩૬૪ છે. કોરોનાથી સ્વસ્થ્ય થયેલા લોકોની સંખ્યા વધીને ૪,૪૪,૭૦,૦૭૬ થઈ ગઈ છે અને રાષ્ટ્રીય સ્વસ્થ થવાનો દર ૯૮.૮૧ ટકા છે. કોરોનાથી મોતને ભેટનારનો દર ૧.૧૯ ટકા છે. ત્નદ્ગ-૧ને તેના મૂળ વંશ મ્છ-૨-૮૬ના ભાગ તરીકે ‘વેરિઅન્ટ ઓફ ઇન્ટરેસ્ટ’ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું હતું. યુએન એજન્સીએ કહ્યુ હતું કે હાલની વેક્સીન જેએન-૧ અને કોવિડ-૧૯ વાયરસના અન્ય પ્રકારોથી થતા ગંભીર રોગ અને મૃત્યુ સામે રક્ષણ આપે છે. યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન એ આ મહિનાની શરૂઆતમાં જણાવ્યું હતું કે એજન્સીના નવીનતમ અંદાજાે અનુસાર સબવેરિયન્ટ JN.1 ને કારણે ૮ ડિસેમ્બર સુધીમાં યુએસમાં અંદાજે ૧૫ ટકાથી ૨૯ ટકા કેસ નોંધાયા છે. યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર હાલમાં એવા કોઈ પુરાવા નથી કે જેએન-૧ હાલમાં ફરતા અન્ય પ્રકારો કરતાં લોકોના સ્વાસ્થ્ય માટે વધુ જાેખમ ઊભું કરે છે અને રસી અમેરિકનોને વેરિઅન્ટ સામે રક્ષણ આપી શકે છે. ઝ્રડ્ઢઝ્રના જણાવ્યા અનુસાર જેએન-૧ સપ્ટેમ્બરમાં પ્રથમ વખત યુએસમાં મળી આવ્યો હતો. ગયા સપ્તાહે ચીને સબવેરિયન્ટ્સના સાત સંક્રમણ શોધી કાઢ્યા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટમાં આપેલી માહિતી અનુસાર હાલમાં દેશમાં કોરોના વેક્સિન અભિયાન હેઠળ ૨૨૦.૬૭ કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા કેટલાક રાજ્યોમાં કોવિડ સહિત શ્વસન રોગોના કેસોમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને આજે આરોગ્ય સુવિધાઓ અને સેવાઓની તૈયારીની સમીક્ષા કરશે.
શંકાએ લીધો 2 વર્ષમી માસૂમનો જીવ, જનેતાએ જ કરી નાખી બાળકીની હત્યા, કારણ જાણીને ચોંકી જશો
રાજકોટમાં એક કૂવામાંથી એક મહિના પહેલા બે વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો જે મામલે પોલીસે ઝીણવટપૂર્વક તપાસ કરતા હવે...
Read more