સુરતમાં ગઈકાલે ન્યુ ઇન્ડિયા ઇન્સ્યુરન્સ કંપની સહિત અન્ય કંપનીઓમાં બોગસ મેડિકલેઇમ રજુ કરીને વીમાનો કલેઈમ લેવાનું રાજયવ્યાપી કૌભાડ ઝડપાયુ છે. આ ટોળકીએ અલગ અલગ ૨૭ બોગસ ફાઇલો રજુ કરીને રૂ. ૧૭ લાખનો મેડિકલેઇમ પકવવાનો પ્રયાસ કર્યો છે.
કંપનીએ ટોળકીને રૃપિયા ચુકવ્યા બાદ જયારે ગ્રાહકને મેસેજ કરીને જાણ કરી ત્યારે આ કૌભાડનો પર્દાફાશ થયો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ન્યુ ઇન્ડિયા ઇન્સ્યુરન્સ કંપનીએ તેમના જેટલા પણ ગ્રાહકો મેડિકલેઇમ પકવવાનો હોય તેના માટે એમ.ડી હેલ્થ ઇન્સ્યુરન્સ કંપનીને કોન્ટ્રાક આપ્યો છે. આ કંપનીની એક શાખા સુરતના ઉધના દરવાજા મેરિડીએન ટાવર માં આવી છે. જયારે પણ કોઇ ગ્રાહક મેડિકલેઇમ કરે તો આ કંપનીમાં બિલો રજુ કરવાના હોય છે. જેમાં વિનોદચંદ શાહની મેડિકલ પોલીસી હતી. અને તેમના પત્ની મેધા શાહ બિમાર પડયા હતા અને તેમને રાજકોટ ખાતે સારવાર લીધી હોવાનું બતાવીને આ કંપનીમાં ફાઇલ રજુ કરી હતી.
આ ફાઇલ સાથે મેધા બેન શાહના નામે ધુલીયાની એસબીઆઇ બેન્કનો ચેક રજુ થયો હતો. કંપની દ્વારા મેડિકલેઇમ માટે રજુ થયેલા બિલો અને કાગળીયા જોઇને રૂ. ૭૬૯૫૬ નો કલેઇમ ચુકવી દીધો હતો અને કલેઇમ ચુકવી દીધા પછી જયારે વિનોદચંદના ફોનમાં મેસેજ ગયો ત્યારે તેમને ખબર પડી હતી કે કોઇક ઠગોએ તેમની પત્નીના નામે બોગસ મેડિકલેઇમના કાગળીયા રજુ કરીને રૂપિયા લીધા છે. આ અંગે કંપનીને જાણ કરતા કંપની દ્વારા તપાસ થતા આ ટોળકીએ આખા રાજયમાં આવા બોગસ ૨૭ જેટલા કલેઇમ મુકીને રૂ. ૧૭ લાખની મેડિકલેઇમ પોલીસી પકવવાનો પ્રયાસ કર્યો છે.