સાઉથ ઇન્ડિયાના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ સરઇનોડુ રિલીઝ થયાના 2 વર્ષ બાદ પણ ચર્ચામાં છે. 2016ની ફિલ્મ સરઇનોડુ યુટ્યુબ પર હિન્દી ભાષામાં સૌથી વધારે જોવાયેલી ફિલ્મ બની ગઇ છે. 145 મિલીયન વ્યૂઝ અને 50 લાખ લાઇક્સ સાથે યુટ્યુબ પર સૌથી વધારે લાઇક્સ મેળવનારી ફિલ્મ બની ગઇ છે. લાગે છે કે સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનનો જાદુ હવે નોર્થ ઇન્ડિયામાં પણ ચાલવા લાગ્યો છે.
સરઇનોડુએ ફક્ત તેલુગુ ભાષામાં જ 127 કરોડની કમાણી કરી હતી અને સરઇનોડુ અલ્લુ અર્જુનની પહેલી ફિલ્મ છે જે 100 કરોડ ક્લબમાં સામેલ થઇ છે. ત્યારબાદ રેસ ગુર્રમ અને સન ઓફ સત્યમૂર્તિ પણ 100 કરોડ ક્લબમાં સામેલ થઇ અને અલ્લુ અર્જુનની 100 કરોડ ક્લબની હેટ્રિક થઇ ગઇ. સરઇનોડુમાં અલ્લુ અર્જુનની સાથે રકુલ પ્રિત સિંઘ અને કેથેરીન લીડ રોલમાં હતા. ફિલ્મ ખૂબ પાછળથી હિન્દી અને મલયાલમ ભાષામાં ડબ કરવામાં આવી. અલ્લુ અર્જુન માટે સંકેત મ્હાત્રેએ ડબિંગ કર્યુ હતું.
અલ્લુ અર્જુન હવે તેની નવી ફિલ્મ ના પેરુ સુર્યામાં મિલેટ્રી ઓફિસરનો રોલ કરવાનો છે. જેને નાની નાની વાતે ખુબ ગુસ્સો આવે છે. અલ્લુ અર્જુનનો લુક ફિલ્મને અનૂરૂપ બનાવવા માટે વિદેશથી ટ્રેનર અપોઇન્ટ કરવામાં આવ્યો હતો. ના પેરુ સુર્યા 4થી મે ના રોજ રિલીઝ થવાનું છે. અલ્લુના ફેન્સ આતુરતાથી ફિલ્મની રાહ જોઇ રહ્યા છે.