અમેરિકાની ટેકનોલોજી કંપની દ્વારા હવે એક એવા એપને તૈયાર કરવામા સફળતા મળી છે જે સ્કુલ જતા બાળકોની સુરક્ષાનુ પૂર્ણ ધ્યાન રાખશે. સ્કુલોમાં વારંવાર બનતી ગોળીબારની ઘટના, બાળકો ગુમ થવાની ઘટના અને અન્ય પ્રકારના અપરાધિક મામલાના કારણે બાળકોને આ એપ અસરકારક સાબિત થશે. આ પ્રકારની અપરાધિક ઘટનાઓથી બાળકોને તે બચાવી શકશે. આના કારણે બાળકો અને વાલીઓને એ વખતે પરેશાની થશે નહીં જ્યારે તેમના બાળકો સ્કુલી કામ અથવા તો અન્ય કોઇ કામથી બહાર ગયો હશે. મોમ આઇ એમ ઓકે એપની મદદથી માતા અને પિતા બાળકોની ગતિવિધી પર નજર રાખી શકશે. બાળકની પાસે જે ફોનમાં એપ રહેશે તેના મારફતે માતાપિતાને સતત સુચના મળતી રહેશે.
એપ પ્રશ્ન કરશે કે શુ આપનો બાળક સુરક્ષિત છે. પરિવારના સભ્યો જવાબ આપતા નથી તો એપમાં રજિસ્ટર્ડ બીજા નંબર પર એલર્ટ મેસેજ જવા લાગી જશે. અહીં પણ જા કોઇ જવાબ નહી મળે તો સુરક્ષા એજન્સીને સાવધાન કરવામાં આવનાર છે. એપમાં જીઓ ફેન્સિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે હેઠળ બાળક જ્યારે પોતાના નિર્ધાિરત સ્થળથી અન્યત્ર જાય છે ત્યારે તેની સુચના પણ માતા પિતાને મળી જશે. જેમ કે બાળક જે કેબ અથવા તો ગાડીમાં જઇ રહ્યો છે તે તે ગાડી એકાએક રસ્તો બદલી નાંખે તો તેની જાણ માતાપિતાને થઇ જશે. અભિભાવકને એલર્ટ મેસેજ મળવા લાગી જશે. આ એપનો સૌથી વધારે ફાયદો બાળકોના અપહરણની ઘટનાને રોકવા માટે કરવામાં આવનાર છે. સાઇકોલોજિસ્ટ અને ચાઇલ્ડ ડેવલપમેન્ટ નિષ્ણાંત લિઝા ડેમોરે કહ્યુ કે સમયની સાથે પૂરી દુનિયામાં અસુરક્ષાની સ્થિતી સર્જાઇ રહી છે.
બાળકોની સુરક્ષા આ પ્રકારની એપ માટે ફાયદાકારક છે. આનો ઉપયોગ ચોક્કસપણે કરવાની જરૂર છે. એપ બાળકો અને વાલીઓની દહેશતને દુર કરવામાં મદદરૂપ બનશે. પોલીસને પણ ફાયદો થનાર છે. સ્કુલ કેમ્પસ અથવા તો કોચિંગ જતી વેળા બાળકોની સાથે થતી ઘટનાઓને આના કારણે રોકી શકાશે. આ પ્રકારની ઘટનાઓન રોકવાનો મુખ્ય હેતુ છે. વિસ્કોનસિન સ્થિત એક ટેકનોલોજી કંપનીના પ્રમુખ પૈટ્રિક મેકમુલેન અને તેમની ટીમ દ્વારા બાળકોની સુરક્ષા માટે એપ તૈયાર કરવામાં સફળતા મેળવી છે. જેનુ નામ મોમ આઇ એમ ઓકે રાખવામાં આવ્યુ છે. આ એપને ટુંક સમયમાં જ લોંચ કરવામાં આવનાર છે.
અમેરિકામાં હાલના વર્ષોમાં અનિચ્છનીય ઘટનાઓ સતત વધી રહી છે. નવી એપ વાલીઓ માટે આદર્શ સાબિત થઇ શકે છે. કારણ કે અમેરિકામાં ગોળીબાર, બાળકો ગુમ થવાની અને અપહરણ થવાની ઘટના સૌથી વધારે બનતી રહે છે. આ પ્રકારની ઘટનાઓથી નવી એપ બાળકોને રક્ષણ આપશે. એપ લોંચ કરવામાં આવ્યા બાદ તેના કેવા પરિણામ મળે છે તેના પર તેની સફળતા આધાર રાખે છે. જા તે અમેરિકામાંમ અસરકારક સાબિત થશે તો વિશ્વના અન્ય દેશોમાં પણ તેને લઇ જવા માટે પ્રયાસ કરવામાં આવનાર છે.